વિશ્વ વિજેતાઓનુ સન્માન, વાયુસેના સાથે 1200 ડ્રોન પણ બતાવશે આસમાની કરતબ, ભવ્યાતિભવ્ય રહેશે વર્લ્ડ કપની ફાઈનલ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલનો મહામુકાબલો ઘણો રોમાંચક રહેવાનો છે. મેચની શરૂઆત 12.30 વાગ્યે ઈન્ડિયન ઍરફોર્સના 10 મિનિટના ઍર શોથી થશે. એ સાથે જ સંગીતકાર પ્રીતમનું લાઈવ પર્ફોમેન્સ થશે. બીજો ડ્રિંક બ્રેક રાત્રે 8.30 વાગ્યે 90 સેકન્ડ માટે થશે. આ દરમિયાન લેસર શો થશે.

વર્લ્ડ કપ 2023 ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા ફાઈનલ: ઈન્ડિયા અને ઓસ્ટ્રોલિયા વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC વર્લ્ડ કપ 2023નો ફાઈનલ મુકાબલો રમાનાર છે. જેને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ ફાઈનલ મેચ દરમિયાન 4 સમારોહનું આયોજન થશે. આ દરમિયાન ઈન્ડિયન પ્લેયર્સની ફેમિલી સાથે જ BCCIના પદાધિકારી, આઈસીસીના મોટા અધિકારીઓ અને સ્ટેટ એસોસિએશન્સ પણ ઉપસ્થિત રહેશે. આપને જણાવી દઈએ કે બંને ટીમોએ આજે પ્રેકટિસ મેચ રમી હતી. ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવી ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યુ હતુ.
ફાઈનલ મુકાબલાનું શેડ્યુલ
મહાસંગ્રામની શરૂઆત બપોરે 12.30 વાગ્યે ઈન્ડિયન ઍરફોર્સના 10 મિનિટના ઍર શોથી થશે. આ દરમિયાન IAFની સૂર્યકિરણ ટીમ સ્ટેડિયમ ઉપર કરતબ બતાવશે. પહેલીવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 હૉક કલાબાજીનું પ્રદર્શન થશે.
આ પરફોર્મેન્સ ફ્લાઈટ કમાંડર અને ડેપ્યુટી ટીમ લીડર વિંગ કમાન્ડર સિદ્દેશ કાર્તિકના નેતૃત્વમાં થશે. ભારતીય વાયુસેના દ્વારા આ પ્રકારના મુકાબલામાં પહેલા ક્યારેય પણ આસમાનથી સલામી આપવામાં આવી નથી. આ પ્રકારનો ઍર શો પ્રથમવાર થવા જઈ રહ્યો છે.
આ ઍર શો માટે કોઈ ફી નહીં લાગે. એપ્રુવલ માટે BCCIના ડ્રાફ્ટ પત્રને રક્ષા મંત્રાલય સમક્ષ રજૂ કરવો જરૂરી છે. સૂર્યકિરણ ટીમ અમદાવાદ ઍરપોર્ટથી ઉડાન ભરશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર વર્ટિકલ ઍર શો કરશે.
હાફ ટાઈમ પરફોર્મેન્સ સાંજે 5.30 કલાકે 15 મિનિટ માટે થશે
- પરેડ ઓફ ચેમ્પિયન અંતર્ગત પ્રથમવાર અત્યાર સુધીના વર્લ્ડકપ વિજેતા કેપ્ટનોનું મેચ દરમિયાન સન્માન કરવામાં આવશે. તમામ વિશ્વકપ વિજેતા કેપ્ટનને બીસીસીઆઈ સન્માનિત કરશે.
- આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની સાથે સાથે તેમની વિજયી પળોની 20 સેકન્ડની રીલ પણ મોટી સ્ક્રીન પર બતાવવામાં આવશે.
- ભારતના પ્રખ્યાત સંગીતકાર પ્રીતમનું લાઈન પરફોર્મન્સ થશે. આ દરમિયાન 500 ડાન્સર્સ પણ સ્ટેડિયમમાં પ્રસ્તુતી રજૂ કરશે. સંગીતકાર પ્રીતમ દેવા ઓ દેવા, કેસરિયા, લહરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધૂમ મચાલે અને દંગલ સહિતના ગીતો પર પરફોર્મેન્સ આપશે.
- બીજી ઈનિંગનો બીજો ડ્રિંક બ્રેક રાત્રે 8.30 વાગ્યે 90 સેકન્ડ માટે થશે. આ દરમિયાન લેસર શો થશે.
- મેચ બાદ વર્લ્ડકપ ચેમ્પિયન્સની તાજપોશી કરવામાં આવશે. સાથે જ 1200 ડ્રોન રાત્રે મનમોહક આકૃતિઓ બનાવશે. ત્યારબાદ આતશબાજી પણ થશે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટને કર્યુ પીચનું નિરીક્ષણ, ભારત પાકિસ્તાન વચ્ચેની મેચવાળી પીચ પર જ રમાશે ફાઈનલ