અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

|

Sep 27, 2021 | 12:13 PM

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ હતું. જેમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં  હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજયના મેઘમહેરની શરૂઆત થઇ છે . જેમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ હતું. જેમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

જેમાં અમદાવાદના એસજી હાઇવે પર મુશળઘાર વરસાદ પડતાં સમગ્ર રોડ પર પાણી જોવા મળ્યા હતા. આ ઉપરાંત શહેરના નરોડા, સરદારનગર, બાપુનગર, ઓઢવ, નવરંગપૂરા, નારણપૂરા, મેમનગર, ડ્રાઈવ ઇન, વસ્ત્રાપુરમાં વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં(Gujarat) આગામી બે દિવસ તારીખ 28 અને 29 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની(Rain) હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે. તેમજ આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં રાજયમાં દક્ષિણ ગુજરાત સહિત અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાએ આગાહી કરી છે કે 28 અને 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સાથે 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુલાબ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર થઈ નથી પરંતુ વાવાઝોડું નબળું પડ્યા બાદ જે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે તેની અસરથી રાજ્યમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

નોર્થ ઈસ્ટ અરેબિયન સમુદ્ર પર દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈ પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તેના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભામાં બેઠક વ્યવસ્થા બદલાઈ, પૂર્વ સીએમ અને મંત્રીઓને મળશે પ્રથમ હરોળમાં સ્થાન

આ પણ વાંચો : Gujarat માં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે મેઘમહેર

Published On - 11:54 am, Mon, 27 September 21

Next Video