ઓપરેશન થિયેટર કરતા પણ વધુ ચોખ્ખો છે સાણંદનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ધૂળનું એક રજકણ પણ પ્રવેશી નથી શક્તુ

સાણંદના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યુ આ સાથે દેશની સૌપ્રથમ સેમિકન્ટક્ટર ચીપને લોંચ કરવામાં આવી. આ પ્લાન્ટ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદમાં સ્થિત છે. પ્લાન્ટમાં ચિપનું ઉત્પાદન અત્યંત ચોખ્ખાઈ અને નિયંત્રિત તાપમાન સાથે કરવામાં આવે છે. માઈક્રોનના આ પ્લાન્ટનો પ્રથમ તબક્કો હાલ પૂર્ણ થયો છે.

ઓપરેશન થિયેટર કરતા પણ વધુ ચોખ્ખો છે સાણંદનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ધૂળનું એક રજકણ પણ પ્રવેશી નથી શક્તુ
| Updated on: Feb 28, 2026 | 9:34 PM

Semiconductor Plant Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (28 ફેબ્રુઆરી) એ ગુજરાતના સાણંદમાં બનીને તૈયાર થયેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કર્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમને પગલે શુક્રવારે તમામ તૈયારીઓ આટોપી લેવાઈ હતી. માઈક્રોન ટેકનોલોજીના સેમિકન્ડક્ટર પ્લાન્ટ અમદાવાદના સાણંદમાં સ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી બાદ ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ ના નિર્માણનું સપનુ સેવ્યુ હતુ જે હવે પુરુ થઈ ગયુ છે. સાણંદમાં માઈક્રોનનો ક્લીનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની સૂચિમાં સામેલ છે. તેના નિર્માણમાં ફ્રાંસના એફિલ ટૉવરથી સાડા ત્રણ ગણી વધુ સ્ટીલ લાગેલી છે.

100 સ્વિમિંગ પૂલ જેટલુ કોન્ક્રીટ

માઈક્રોન ટેકનોલોજીના અધ્યક્ષ અન CEO સંજ્ય મેહરોત્રા અનુસાર માઈક્રોનના સાણંદ પ્લાન્ટમાં પ્રથમ ફેઝમાં 5 લાખ વર્ગ ફીટ વિસ્તારમાં ક્લિનરૂમનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમા એફિલ ટાવરથી ત્રણ ગણુ વધુ લોખંડ અને ઓલિંપિક આકારના 100 સ્વિમિંગ પૂલ જેટલા કોંક્રીયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેહરોત્રાના જણાવ્યા અનુસાર સેમિકન્ડક્ટરની ચિપ બનાવવા માટે અત્યંત સ્વચ્છ રૂમ જરૂરી છે. સાણંદ પ્લાન્ટના પ્રથમ ફેઝમાં નિર્મિત ક્લિનરૂમનું ક્ષેત્રફળ 5 લાખ વર્ગ ફુટ છે. મેહરોત્રાના જણાવ્યા અનુસાર તેમનો ક્લિનરૂમ ઓપરેશન થિયેટરથી પણ વધુ સ્વચ્છ છે. ધૂળનું એક રજકણ કે 1 ડિગ્રીના પરિવર્તનથી પણ મશીનનું કામ ઠપ્પ થઈ શકે છે.

ઓપરેશન થિયેટર કરતા વધુ સ્વચ્છ હવા

માઈક્રોન ટીમે જણાવ્યુ કે સાણંદના માઇક્રોન પ્લાન્ટમાં આંતરરાષ્ટ્રીય માનદંડોના અનુસાર વિશાળ ક્લિનરૂમ બનાવવામાં આવ્યો છે. આ ક્લિનરૂમની હવા ઓપરેશન થિયેટર કરતા પણ વધુ સ્વચ્છ હોય છે. એક વાળ પણ ચિપને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણથી તેને અત્યંત સ્વચ્છ રાખવુ જરૂરી છે. ક્લિનરૂમને ક્લિન કરવા માટે ફિલ્ટર્ડ હવાને ઉપરથી નીચે (વર્ટિકલી) સમાન માત્રામાં મોકલવામાં આવે છે.
આ હવા અસ્ત-વ્યસ્ત નથી હોતી અને એક સમાન લયમાં પ્રવાહિત થાય છે. ક્લિનરૂમની નીચેનો ફ્લોર પણ જમીનની સપાટીથી થોડી ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે. જેના નીચેથી હવા પસાર થાય છે અને કૂલિંગ, પાવર તેમજ ડેટા કામગીરી ચાલતી રહે છે.

એક ડિગ્રીતાપમાનમાં ફેરફાર પણ મશીનના પ્રદર્શનમાં વિક્ષેપ પાડી શકે છે

માઇક્રોન ટેકનોલોજી અનુસાર, ક્લિન રૂમમાં આશરે એક ડિગ્રી તાપમાનનો ફર્ક પડે તો પણ મશીનની કામગીરીમાં વિક્ષેપ આવી શકે છે. તેથી, તાપમાનને સતત અત્યંત સૂક્ષ્મ સ્તર સુધી નિયંત્રિત કરવામાં છે, કારણ કે મેમરી ટેસ્ટ મશીનો નોંધપાત્ર તાપમાનના વધઘટનો અનુભવ કરે છે. ચિપમાં પ્રવેશતો એક નાનો કણ પણ વર્ષો પછી પણ ઉત્પાદનને નુકસાન પહોંચાડી શકે છે. કોઈપણ એક સિસ્ટમમાં નિષ્ફળતાના કિસ્સામાં કામગીરી ફરી શરૂ થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે પાવર, ઠંડક અને હવા પુરવઠા માટે પૂરતી બેકઅપ સિસ્ટમ્સ ગોઠવવામાં આવી છે. આ ક્લિનરૂમ ભારતમાં માઇક્રોનના વૈશ્વિક ગોલ્ડ સ્ટેન્ડર્ડ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યો છે.

જુનાગઢથી સિંહ અને સિંહબાળનો મન મોહી લેતો વીડિયો આવ્યો સામે, જોતાવેંત બોલી ઉઠશો વાહ!

Published On - 9:33 pm, Sat, 28 February 26

Follow Us