AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: અમદાવાદમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટા રેકેટના તાર દુબઇ સુધી, સટ્ટા કૌભાંડનો આંકડો પહોંચ્યો 5000 કરોડ, વર્ષ 2020થી ચાલતા સટ્ટાની ED કરશે તપાસ

Ahmedabad: અમદાવાદમાં IPL શરૂ થાય તે પહેલા જ સામે આવેલા ક્રિકેટ સટ્ટા રેકેટના તાર દુબઈ સુધી પહોંચ્યા છે. સટ્ટાના વ્યવહારો 1800 કરોડથી વધી 5000 કરોડ સુધી પહોંચ્યા છે. વર્ષ 2020થી આ સટ્ટા રેકેટ ચાલતુ હતુ. જેમા તપાસમાં હવે ED પણ જોડાશે અને તપાસ કરશે.

Gujarati Video: અમદાવાદમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટા રેકેટના તાર દુબઇ સુધી, સટ્ટા કૌભાંડનો આંકડો પહોંચ્યો 5000 કરોડ, વર્ષ 2020થી ચાલતા સટ્ટાની ED કરશે તપાસ
Mihir Soni
| Edited By: | Updated on: Mar 28, 2023 | 11:55 AM
Share

IPL શરૂ થાય તે પહેલા જ અમદાવાદના માધવપુરા વિસ્તારમાં PCBની ટીમે ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં સટ્ટાના વ્યવહારો 1800 કરોડથી વધીને 5 હજાર કરોડ સુધીના પહોંચ્યા છે. સમગ્ર કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી. SITમાં બે પીઆઇ, એક પીએસઆઇ, એક સીએ અને એક લીગલ ઓફિસરનો સમાવેશ થાય છે. સમગ્ર કૌભાંડમાં પોલીસને મળેલા વ્યવહારો અને ડેટા પર એનાલિસીસ થઈ રહ્યું છે. ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી પહોંચ્યા છે. જેના કારણે ઇડી, હોમ મિનિસ્ટ્રી, એક્સ્ટર્નલ અફેર સહિતના વિભાગોને જાણ કરાશે.

નામચીન બુકી રાકેશ રાજદેવ સુધીના તાર બાબતની તપાસ કરાશે. તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટ, સીએ અને બેંક એક્સપર્ટની મદદ લેવાઈ. આ રેકેટ નામચીન બુકી સૌરભ ચંદ્રનાગર ઉર્ફે મહાદેવ દ્વારા ચાલતુ હતુ. વોન્ટેડ બુકી મહાદેવ પાસે 50થી 60 લોકોની એનાલિસિસ ટીમ હતી. આ ઇન્ટરનેશનલ કૌભાંડ ફ્રેન્ચાઇઝ બેઇઝ ચલાવાતુ હતુ. નોન રિફંડેબલ એક ફ્રે્ચાઇઝ મહાદેવ 5 કરોડમાં વેચતો હતો. અમુક એકાઉન્ટ ડમીની સાથે ભાડે આપ્યા હોવાની દિશામાં તપાસ થઇ રહી છે.

આ કૌભાંડ મુદ્દે અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો અન્ય 16 ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલા 4 મુખ્ય આરોપીઓએ દુબઇમાં ટેકનીકલ ટ્રેઇનિંગ મેળવી હતી. છેલ્લા બે વર્ષમાં 10 હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું અનુમાન છે. સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગના નામે કરોડોના ટ્રાન્ઝેક્શન કરવાનું સમગ્ર કૌભાંડ છે.

સટ્ટાકાંડના લઇને અનેક નવા ખુલાસાઓ પણ થઇ રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ઓનલાઇન સટ્ટાનું રેકેટ 2020થી ચાલતુ હતુ. સટ્ટાકાંડના ઈન્ટરનેશનલ તાર પણ સામે આવ્યા છે. સટ્ટા માટે ઇન્ટરનેશનલ એકાઉન્ટનું મેનેજમેન્ટ કરાતું હતું. દુબઈ અને સિંગાપુર હવાલા મારફતે નાણાં ટ્રાન્સફર થતા હતા. સામાન્ય લોકોના ખાતામાંથી રૂપિયા કંપનીના એકાઉન્ટમાં જમા થતા હતા અને સામાન્ય વ્યક્તિઓને માત્ર મહિને 10 હજાર જેવી રકમ અપાતી હતી.

આ પણ વાંચો: Breaking News: IPL શરૂ થતા પહેલા જ ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો પીસીબી ટીમે કર્યો પર્દાફાશ, 1800 કરોડથી વધુના વ્યવહારો મળ્યા, જુઓ Video

આ સિવાય બીટકોઈનના હવાલા મારફતે પણ કરોડોના વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના મોટા ટ્રાન્ઝેક્શન હોવાથી આ કેસમાં ED અને IT પણ તપાસમાં ઝંપલાવશે. તો દુબઈ બેઠેલા અમદાવાદના અમિત મજેઠિયા, માનુશ સહિતના બુકીઓ વોન્ટેડ જાહેર થયા છે. બુકીઓ ધંધાર્થે જવાના બહાને દુબઈના વિઝા મેળવી લેતા હતા. અને મોટાભાગનું રેકેટ ત્યાં બેસીને જ હેન્ડલ કરતા હતા. કરોડો રૂપિયાના ટ્રાન્જેકશનને લઇને હવે ઇડી પણ તપાસ કરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">