Gujarati Video: ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં લલ્લુજી એન્ડ સન્સ કંપનીનું કારસ્તાન, હોલ ખાલી કરવા સમયે પોતે પાથરેલા બ્લોક પણ ઉઠાવી ગઈ

|

Sep 20, 2023 | 7:40 PM

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલ જેમને ભાડે આપવામાં આવ્યો હતો તે લલ્લુજી એન્ડ સન્સ કંપનીનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ છે. હોલ ખાલી કરવા સમયે કંપનીએ ટેન્ડરની શરતો મુજબ જે સ્થિતિમાં સેન્ટર સોંપાયુ હોય તે સ્થિતિમાં પરત કરવાનુ હોય છે. પરંતુ લલ્લુજી એન્ડ કંપની ટેન્ડરની શરતોને ઘોળીને પી ગઈ છે અને તેનુ ખરુ ચરિત્ર સામે આવ્યુ છે. હોલ ખાલી કરવા સમયે કંપનીઓ પોતે મેદાનમાં લગાવેલા બ્લોક પણ ફરી ઉખાડીને લઈ ગઈ છે અને કન્વેશન હોલની સ્થિતિ ખંડેર કરતા બદ્દતર બનાવીને પરત કર્યો છે.

Ahmedabad: ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન સેન્ટર અને મેદાન 2017-18 માં ટેન્ડર પ્રક્રિયા કરી લલ્લુજી એન્ડ સન્સને વાર્ષિક 12 કરોડના ભાવે ભાડે આપવામાં આવ્યું હતું. આ લલ્લુજી એન્ડ સન્સ કંપનીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. હવે જ્યારે લલ્લુજી એન્ડ સન્સ કંપની પાસેથી પાસેથી યુનિવર્સિટી કબ્જો પરત લઈ રહી છે. ત્યારે કંપનીનું અસલી ચરિત્ર સામે આવ્યુ છે. ટેન્ડરની શરતો મુજબ જે સ્થિતિમાં સેન્ટર સોંપાયુ હોય તે જ સ્થિતિમાં પરત કરવામાં રહે છે. જો કે લલ્લુજી એન્ડ સન્સ કંપની ટેન્ડરની શરતોનો ઉલાળિયો કર્યો છે અને મેદાનમાં લગાવેલા બ્લોક પણ ઉખાડીને લઈ ગઈ છે.

કોના ઈશારે યુનિવર્સિટીએ લલ્લુજી એન્ડ સન્સના 36 કરોડ રૂપિયા માફ કર્યા ?

લલ્લુજી એન્ડ સન્સ કંપનીનો આ એકમાત્ર વિવાદ નથી કંપનીએ છેલ્લા ત્રણ વર્ષથી કન્વેશન સેન્ટરનું ભાડુ પણ ચુકવ્યુ નથી. ટેન્ડરની શરતો મુજબ ગુજરાત યુનિવર્સિટીએ લલ્લુજી સન્સ પાસેથી એક વર્ષના 12 કરોડ ગણીને ત્રણ વર્ષના 36 કરોડ લેણા નીકળે છે પરંતુ સરકાર સાથેની સાંઠગાંઠ અને ઘરોબાને કારણે ટેન્ડરની શરતોની આંટીઘૂંટી કરી કંપની માત્ર ત્રણ કરોડ રૂપિયા ચુકવશે.

ટેન્ડરની શરતો મુજબ કંપની પાસેથી રિનોવેશનનો ખર્ચે કેમ વસુલવામાં ન આવ્યો?

હાલ યુનિવર્સિટી હોલની રિનોવેશન પાછળ 7 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આને કહેવાય લાખના 12 હજાર કરવા. યુનિવર્સિટી લલ્લુજી એન્ડ સન્સ પાસેથી વસુલવાના થતા 33 કરોડ ન વસુલી ઉપરથી વધારાના 7 કરોડનો ખર્ચ હોલની મરમ્મત પાછળ કરશે. ત્યારે યુનિવર્સિટીના વહીવટ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે અને કંપની પર કોના ચાર હાથ છે તેને લઈને પણ યુનિવર્સિટીના સત્તાધિશો ઘેરામાં છે.

લલ્લુજી એન્ડ સન્સ કંપનીએ ત્રણ વર્ષના ભાડા પેટે વસુલવાના થતા 33 કરોડ કેમ ચુકવ્યા નથી?

વર્ષ 2017 થી અત્યાર સુધી લલ્લુજી એન્ડ સન્સ કંપનીએ હોલ વાપર્યો હોવા છતા તેને ખંડેર કરતા પણ બદ્દતર હાલતમાં છોડી પરત કરી રહી છે. કન્વેશન સેન્ટરના મેદાનમાં કંપનીએ લગાવેલા બ્લોક ઉખાડી લેવાતા મેદાન ઉબડ ખાબડ બન્યુ છે. હોલની છત પણ તૂટેલી અને જ્યાં જુઓ ત્યાં દીવાલોના પોપડા ઉખડેલા છે. જેમા કંપની પાસેથી વસુલવાના 36 કરોડ પૈકી 33 કરોડ રૂપિયા માફ કરી હવે યુનિવર્સિટી રિનોવેશન પાછળ 7 કરોડનો ખર્ચ કરશે. ત્યારે કોના ઈશારે કંપનીના કરોડો રૂપિયા માફ કરવામાં આવ્યો તેવા સવાલ ઉઠી રહ્યા છે અને યુનિવર્સિટીના વહીવટ તેમજ લલ્લુજી એન્ડ કંપનીના ચરિત્ર સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે.

 

આ પણ વાંચો:  નર્મદામાં પુર કુદરતી હોનારત કે માનવસર્જિત? પાણીના સંગ્રહને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Published On - 7:36 pm, Wed, 20 September 23

Next Video