અમદાવાદમાં આ 147 વિસ્તારોમાં હવે પાણી ભરાશે ભરાશે અને ભરાશે જ ! AMC એ જાહેર કર્યું લિસ્ટ

ગુજરાતમાં આગામી 48 કલાકમાં મેઘ તાંડવ સર્જાઈ શકે છે, તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદમાં આ 147 વિસ્તારોમાં હવે પાણી ભરાશે ભરાશે અને ભરાશે જ ! AMC એ જાહેર કર્યું લિસ્ટ
| Updated on: Jul 30, 2026 | 9:39 PM

ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાક અતિભારે વરસાદ માટે તૈયાર રહે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમના અનુમાન મુજબ, રાજ્ય ફરી એકવાર મેઘ તાંડવનો સામનો કરશે, જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર બેટમાં ફેરવાઈ જવાની સંભાવના છે. આ આગાહીએ સ્થાનિક તંત્ર અને નાગરિકોમાં ચિંતા જગાવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને કુલ 147 વોટર લોગિંગ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, મધ્ય તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરખેજ, વાસણા, નારણપુરા, ગોમતીપુર, નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ, મણિનગર, થલતેજ, ગોતા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની શક્યતા વધુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. AMCએ નાગરિકોને ભારે વરસાદ દરમિયાન આ સ્થળોએ સાવચેતી રાખવા, શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને ટ્રાફિક તેમજ તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભયાવહ વરસાદ વરસી શકે છે. આ વરસાદ જળબંબાકારની સ્થિતિ સર્જી શકે છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં આંબલી, બોપલ, ઘુમા, ગોતા, વસ્ત્રાપુર, સિંધુભવન રોડ, ઓઢવ, નિકોલ અને અમરાઈવાડી જેવા વિસ્તારો મુખ્ય છે. આ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી પણ પાણી ભરાવાની અને જળ ભરાવવાની શક્યતા રહેલી છે. જો આ આગાહી સાચી પડશે તો, ઘણા શહેરી વિસ્તારોમાં ભારે વરસાદ, જળભરાવો અને ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.

આ સિવાય, કડી, કલોલ, માણસા જેવા વિસ્તારો સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજા ઘમરોળશે. અંબાલાલ પટેલે કેટલાક સ્થળોએ 15 થી 20 ઇંચ સુધીના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમના મતે, વરસાદની તીવ્રતા કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ સુધીની રહી શકે છે, અને આ રાઉન્ડનો કુલ વરસાદ કોઈ કોઈ ઠેકાણે 15 થી 20 ઇંચ સુધી પહોંચી જવાની શક્યતા છે.

વરસાદની આકાશી આફતને કારણે દક્ષિણ ગુજરાતમાં નદીઓ ગાંડીતૂર બનશે, તેમ અંબાલાલ પટેલનું અનુમાન છે. આના પરિણામે નદીઓમાં પાણીની આવક વધશે અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે, જે નીચાણવાળા વિસ્તારો માટે ભયજનક બની શકે છે.

વળી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનો નવો રાઉન્ડ સક્રિય થઈ શકે છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં જે વરસાદની ખેંચ હતી, તે પણ આ વરસાદના રાઉન્ડથી દૂર થવાની શક્યતા છે. આ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર લાવી શકે છે.

નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સત્તાવાર હવામાન અપડેટ્સ પર નજર રાખવા વિનંતી કરવામાં આવે છે. સલામતીના પગલાં લેવા અને જરૂરી હોય ત્યારે મુસાફરી ટાળવા પણ સલાહ આપવામાં આવી છે.

અતિભારે વરસાદની આગાહી વચ્ચે પાવાગઢ મંદિર ટ્રસ્ટની અપીલ, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પ્રવાસ ટાળવા અનુરોધ

Follow Us
Loading...
Unable to load recommendations.