Gujarat University : 6 જુલાઈથી SEM-1 ની ઓફલાઈન પરીક્ષા, પરીક્ષા પહેલા તમામ વિદ્યાર્થીઓના રસીકરણની NSUI એ કરી માંગ

|

Jul 03, 2021 | 12:27 AM

Gujarat University SEM-1 Exam : ગત માર્ચ મહિનામાં SEM-1ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પરીક્ષાનું એક પેપર લેવાયા બાદ કોરોનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી.

Gujarat University : 6 જુલાઈથી SEM-1 ની ઓફલાઈન પરીક્ષા,  પરીક્ષા પહેલા તમામ વિદ્યાર્થીઓના રસીકરણની NSUI એ કરી માંગ
FILE PHOTO

Follow us on

Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા SEM-1 ની પરીક્ષાઓ ન યોજાતા આ તમામ વિદ્યાર્થીઓનું SEM-2 માં પ્રોગ્રેશન અટક્યું હતું. હવે આગામી 6 જુલાઈથી યુનિવર્સીટી દ્વારા SEM-1 ની ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે NSUI એ આ તમામ વિદ્યાર્થીઓના રસીકરણની માંગ કરી છે.

6 જુલાઈથી SEM-1 ની ઓફલાઈન પરીક્ષા
રાજ્ય સરકારે ઓફલાઇન પરીક્ષા યોજવાની મંજૂરી આપતા ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ આગામી 6 જુલાઈથી SEM-1 ની ઓફલાઇન પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. ગુજરાત યુનિવર્સિટીએ 6 જુલાઈથી બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ અને બીએડ સેમેસ્ટર-1ની બાકી પરીક્ષાઓ 6 જુલાઈથી ઓફલાઇન પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે..સરકારની ગાઈડલાઈન મુજબ એક બ્લોકમાં 15 વિદ્યાર્થીઓને બેસાડી સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા યોજવામાં આવશે.

SEM-1 ના 25 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ના પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જણાવ્યું હતું કે માર્ચમાં SEM-1ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પરીક્ષાનું એક પેપર લેવાયા બાદ કોરોનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. ત્યાર બાદ યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

SEM-1 ના 66 હજાર વિદ્યાર્થીઓ માંથી 41 હજાર વિદ્યાર્થીઓએ જ ઓનલાઇન પરીક્ષા આપી છે.જ્યારે બાકીના 25 હજાર વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવા ઈચ્છે છે.ઓફલાઇન પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓની પરીક્ષા 6 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

100 જેટલા પરીક્ષા કેન્દ્રો પર યોજાશે પરીક્ષા
SEM-1 ના જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો હતો પરંતુ ઓનલાઇન પરીક્ષા આપી નથી તેવા વિદ્યાર્થીઓ પણ ઓફલાઇન પરીક્ષા આપી શકશે, અથવા ઓનલાઇન પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી એક કે વધુ વિષયની પરીક્ષામાં ગેરહાજર રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ પણ જે તે વિષયની ઓફલાઇન પરીક્ષા આપી શકશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 100 જેટલા પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. આ માટે વિદ્યાર્થીઓએ નવી હોલ ટીકીટ ડાઉનલોડ કરવી પડશે.

પરીક્ષા પહેલા તમામ વિદ્યાર્થીઓના રસીકરણની માંગ
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ SEM-1 ની ઓફલાઇન પરીક્ષા યોજવાની જાહેરાત કરતા NSUI એ પરીક્ષાનો વિરોધ કર્યો છે. NSUI ની માંગ છે કે જ્યાં સુધી તમામ વિદ્યાર્થીઓનું રસીકરણ ના થાય ત્યાં સુધી ઓફલાઇન પરીક્ષાઓ યોજવામાં ના આવે.

NSUI ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી SEM-1 ની ઓફલાઇન પરીક્ષા યોજતા પહેલા વિદ્યાર્થીઓને વેક્સિન આપે..વેકસીન આપ્યા બાદ જ પરીક્ષા યોજવામાં આવે. વિદ્યાર્થીઓની પણ માંગ છે કે પરીક્ષા પહેલા તમામ વિદ્યાર્થીઓનું રસીકરણ થવું જોઈએ.

Published On - 6:27 pm, Thu, 1 July 21

Next Article