Gujarat University : SEM-1 ની ઓફલાઈન પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ કરી સ્પષ્ટતાઓ

|

Jul 03, 2021 | 12:09 AM

Gujarat University SEM-1 Exam : ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ના પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જણાવ્યું હતું કે માર્ચમાં SEM-1ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પરીક્ષાનું એક પેપર લેવાયા બાદ કોરોનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી.

Gujarat University : SEM-1 ની ઓફલાઈન પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ કરી સ્પષ્ટતાઓ
FILE PHOTO

Follow us on

Gujarat University SEM-1 Exam : રાજ્ય સરકારે ઓફલાઇન પરીક્ષા યોજવાની મંજૂરી આપતા ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ આગામી 6 જુલાઈથી SEM-1 ની ઓફલાઇન પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. ગુજરાત યુનિવર્સિટીએ 6 જુલાઈથી બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ અને બીએડ સેમેસ્ટર-1ની બાકી પરીક્ષાઓ 6 જુલાઈથી ઓફલાઇન પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે.હવે આ પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ કેટલીક કરી સ્પષ્ટતાઓ કરી છે.

SEM-1 પરીક્ષા અંગે યુનિવર્સિટીની કેટલીક સ્પષ્ટતાઓ

1) જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા પસંદ કરી નથી તે તમામ વિદ્યાર્થીઓ પોતાની નવી હોલ ટીકીટ કાઢીને આ પરીક્ષા આપી શકશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

2) જે વિદ્યાર્થીઓએ તમામ પરીક્ષાઓ ઓનલાઈન આપેલ છે તેઓ આ પરીક્ષા નહીં આપી શકે.

3) જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન વિકલ્પ પસંદ કરેલ છે અને કોઈક ટેક્નિકલ કારણસર કોઈપણ એક કે તેથી વધુ કે તમામ પેપરની પરીક્ષા ઓનલાઈન આપી શકેલ નથી, તે વિદ્યાર્થીઓ તેટલા પેપરની ઓફલાઇન પરીક્ષા આપી શકશે અને તેમની હોલ ટીકીટ તે પ્રમાણે નીકળશે.

દાત ઓનલાઈન પસંદ કરનાર વિદ્યાર્થી કોઈક 2 પેપરમાં ગેરહાજર હતો, તો તે બે પેપરની પરીક્ષા અત્યારે આપી શકશે.

4) જો કોઈ વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષામાં જે તે પેપરમાં હાજર થયો હોય અને ગમે તે કારણસર પરીક્ષા પુરી ન કરી શક્યો હોય, છોડી દીધી હોય તે ઓન રેકર્ડ પ્રેઝન્ટ હોઇ તો તે વિદ્યાર્થી તે પેપરની ઓફલાઈન પરીક્ષા આપી શકશે નહીં.

5) વિદ્યાર્થીઓની નવી બેઠક વ્યવસ્થા અને નવી હોલ ટિકિટ વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વેબસાઈટ પરથી જાતે મેળવી લેવાની રહેશે અને તેના આધારે પરીક્ષા આપવાની રહેશે.

SEM-1 ના 25 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ના પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જણાવ્યું હતું કે માર્ચમાં SEM-1ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પરીક્ષાનું એક પેપર લેવાયા બાદ કોરોનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. ત્યાર બાદ યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપ્યો હતો.

SEM-1 ના 66 હજાર વિદ્યાર્થીઓ માંથી 41 હજાર વિદ્યાર્થીઓએ જ ઓનલાઇન પરીક્ષા આપી છે.જ્યારે બાકીના 25 હજાર વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવા ઈચ્છે છે.ઓફલાઇન પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓની પરીક્ષા 6 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Published On - 12:09 am, Sat, 3 July 21

Next Article