Real Estate માર્કેટમાં ગુજરાતનો દબદબો યથાવત, અમદાવાદે ટિયર-1 શહેરોની લીગમાં કરી ગ્રાન્ડ એન્ટ્રી

વર્ષ 2025માં દેશમાં ટોપ 15 ટિયર- 2 શહેરોમાં ઘરોની વેચાણ કિંમત ₹ 1.48 લાખ કરોડ પર સ્થિર રહી. PropEquity ના તાજેતરના રિપોર્ટ અનુસાર ભારતના રિયલ એસ્ટેટ બજારમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

Real Estate માર્કેટમાં ગુજરાતનો દબદબો યથાવત, અમદાવાદે ટિયર-1 શહેરોની લીગમાં કરી ગ્રાન્ડ એન્ટ્રી
| Updated on: Feb 12, 2026 | 6:30 PM

મોંઘા ઘરોમાં વધતા ક્રેઝને ટિયર- 2 શહેરોના રિયલ એસ્ટેટના સમીકરણ બદલી દીધા છે. વર્ષ 2025માં આ શહેરોંમાં ₹1.48 લાખ કરોડનો કારોબાર થયો. પરંતુ ઉંચી કિંમતોના કારણે વેચાણ સંખ્યામાં 10% ઘટાડો આવ્યો.
PropEquity ના અહેવાલ અનુસાર આ ટ્રે્ન્ડ વચ્ચે અમદાવાદ એક નવા પાવરહાઉસના રૂપે સામે આવ્યુ છે. માગ અને સપ્લાઈના શાનદાર આંકડાને કારણે અમદાવાદ ટિયર-2 ના ટેગને પાછળ છોડી ટિયર- 1 શહેરોની લીગમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી છે.

વેચાણ મામલે વિશાખાપટ્ટનમમાં સૌથી મોટો ઘટાડો (38%) નોંધાયો છે. ત્યારબાદ ભુવનેશ્વરમાં 25% અને વડોદરામાં 19% નો ઘટાડો આવ્યો. બીજી તરફ, મોહાલી અન લખનઉ આ ઘટાડાના ટ્રેન્ડથ બહાર રહ્યા. મોહાલીમાં વેચાણ 34% અને લખનઉમાં % વધ્યો.

બજાર હવે વધુ મોંઘા ઘરો તરફ ઝુકાવ કરી રહ્યું છે. અહેવાલો દર્શાવે છે કે ₹1 કરોડથી ઓછી કિંમતના ઘરોના વેચાણમાં 15% ઘટાડો થયો છે. 2024 માં તેમનો બજાર હિસ્સો 77% થી ઘટીને હવે 72% થઈ ગયો છે. ₹1 કરોડથી વધુ કિંમતના ઘરોના વેચાણમાં 9% નો વધારો થયો છે, જેના કારણે તેમનો બજાર હિસ્સો 23% થી વધીને હવે 28% થયો છે.

અમદાવાદ હવે ‘ટિયર-1’ શહેર

વર્ષ 2026 ની શરૂઆત સાથે, અમદાવાદને હવે સત્તાવાર રીતે ‘ટિયર-1’ શહેર ગણી શકાય. ઘર લોન્ચ અને વેચાણની દ્રષ્ટિએ, અમદાવાદ ઘણા સ્થાપિત ટિયર-1 શહેરોને પાછળ છોડી ગયું છે. વિકાસની ગતિ અને માંગની ઊંડાઈને જોતાં, તે હવે ભારતમાં મુખ્ય શહેરી કેન્દ્રો (ટિયર-1) ની યાદીમાં સામેલ થઈ ગયું છે.

નવા ઘરોના પુરવઠામાં ઘટાડો અને સેગમેન્ટની સ્થિતિ: દેશના ટોચના 15 ટિયર-2 શહેરોમાં નવા ઘરોના પુરવઠામાં 2025માં 6% ઘટાડો જોવા મળ્યો. ડેટા અનુસાર, 2024માં લોન્ચ થયેલા 145,139 યુનિટ્સની સરખામણીમાં 2025માં ફક્ત 136,243 એકમો જ લોન્ચ થયા હતા. આ ઘટાડો તમામ બજેટમાં સ્પષ્ટ હતો, જેમાં ₹1 કરોડથી ઓછી કિંમતના ઘરોના પુરવઠામાં 5% ઘટાડો અને ₹1 કરોડથી વધુના પ્રીમિયમ ઘરોના પુરવઠામાં 8% ઘટાડો થયો હતો.

શહેરના પ્રદર્શન અને ગુજરાતનો દબદબો લોન્ચિંગના સંદર્ભમાં મોહાલીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા, 108% નો જંગી વધારો થયો, જ્યારે ભોપાલમાં 66%, અમદાવાદમાં 3% અને જયપુરમાં 2% નો વધારો જોવા મળ્યો. તેનાથી વિપરીત, અન્ય 11 શહેરોમાં નવા લોન્ચમાં 57% સુધીનો ઘટાડો થયો, જેમાં ભુવનેશ્વરમાં સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો. આ અહેવાલની મુખ્ય વિશેષતા એ હતી કે 2025 માં કુલ લોન્ચમાં ગુજરાતના ચાર શહેરો (અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ) નો હિસ્સો 64% હતો, જે રિયલ એસ્ટેટ માર્કેટમાં રાજ્યના મજબૂત પ્રભુત્વને પ્રતિબિંબિત કરે છે.

ICC T20 WC 2026: આ પાકિસ્તાની બોલર તેની બોલિંગ સ્ટાઈલને લઈને થયો ટ્રોલ, લોકોએ કહ્યુ પથ્થરબાજી કરે છે ગેંદબાજી?

Published On - 6:14 pm, Thu, 12 February 26