Gujarat Rain Update : મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરામાં અનરાધાર વરસાદ

|

Jul 24, 2022 | 11:06 AM

હવામાન વિભાગે (Meteorological department) રાજ્યમાં મધ્ય ગુજરાતમાં (Gujarat) કેટલાક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ (Rain) વરસવાની આગાહી આપી છે. જે મુજબ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, આણંદ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે.

Gujarat Rain Update : મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરામાં અનરાધાર વરસાદ
મધ્ય ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ

Follow us on

ગુજરાતમાં (Gujarat) હવામાન વિભાગે (Meteorological department) આપેલી આગાહી અનુસાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસવાની આગાહી આપી છે. જે મુજબ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, આણંદ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના પગલે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે.

વડોદરામાં અનરાધાર

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ફતેહગંજ, કારેલીબાગ, વાઘોડિયા રોડ પર વરસાદ વરસ્યો છે. રાજમહેલ રોડ, રાવપુરા, ગોરવા, ગોત્રીસહિતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. હાટકેશ્વર ભારે વરસાદને પગલે વિસ્તાર બેટમાં ફેરવાયું હતું. આ ઉપરાંત રાજ્યમાં ઠેકઠેકાણ વરસાદ વરસ્યો હતો. શહેરના પ્રહલાદનગર, મકરબા, વેજલપુર, બોડકદેવ, હાટકેશ્વર, ઈસનપુર, આંબાવાડી, નવરંગપુરા, બાપુનગર, નરોડા, અમરાઈવાડી, સરસપુર, કાલુપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, નારાણપુરા, મણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો.. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાંજના સમયે એક કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે હાટકેશ્વર બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા

અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે વરસેલા વરસાદથી પૂર્વ વિસ્તાર હજુ પાણી પાણી છે. પૂર્વના કેટલાક વિસ્તારમાં હજુ પાણી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નારોલ, ઈસનપુર, ખોખરામાં હજુ પાણી ભરાયેલા છે. મણિનગર વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે.

દહેગામમાં પાંચ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

વરસાદની આગાહી વચ્ચે ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. દહેગામમાં પાંચ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા. શહેરના વૈભવ કોમ્પ્લેક્સ, નાંદોલ રોડ, પરષોત્તમ ધામ અને રેલવે ફાટક ગરનારા પાસે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો ખેડા જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. નડિયાદ, મહેમદાવાદ સહિતના વિસ્તારો પર મેઘરાજાની મહેરબાની ઉતરી છે. તો આણંદ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે.

Next Article