Rain update: રાજ્યમાં 216 તાલુકામાં મેઘરાજા મહેરબાન, 67 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો

ગુજરાતમાં (Gujarat) 23 જુલાઇ સવારે 6 કલાકથી 24 કલાક સવારે 6 કલાક સુધીના 24 કલાક દરમિયાન 216 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. જેમાંથી 67 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વાપીમાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 9:50 AM

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. વલસાડના (Valsad) વાપી તાલુકામાં સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ રાજ્યમાં સવારે બે કલાકમાં 30 તાલુકાઓમાં નોંધાપાત્ર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, બનાસકાંઠા, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

67 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

ગુજરાતમાં 23 જુલાઇ સવારે 6 કલાકથી 24 કલાક સવારે 6 કલાક સુધીના 24 કલાક દરમિયાન 216 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 67 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વાપીમાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. પાટણના રાધનપુર તાલુકામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડમાં 6 ઈંચ, ધરમપુરમાં સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના રાપર તાલુકામાં સાડા 4 ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં સાડા 4 ઈંચ, મહેસાણાના કડીમાં 4 ઈંચ, બનાસકાંઠાના સૂઈગામમાં 4 ઈંચ અને અમદાવાદ શહેરમાં પણ 4 ઈંચ વરસાદ પડ્યો છે.

સવારે બે કલાકમાં જ 30 તાલુકામાં વરસાદ

તો રાજ્યમાં સવારે બે કલાકમાં જ 30 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સવારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર પડ્યો છે. થરાદ તાલુકામાં સૌથી વધુ પોણા 3 ઈંચ વરસાદ, વાવ તાલુકામાં દોઢ ઈંચ, પાલનપુર અને લાખણીમાં સવા ઈંચ વરસાદ, ખેડાના મહુવામાં સવા ઈંચ, મહેસાણામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">