
અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં સાયબર બોસ સ્કેમના એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં OTP સેવા પૂરી પાડતી એક સક્રિય ગેંગ ઝડપાઈ છે. પશ્ચિમ બંગાળથી બે મુખ્ય આરોપીઓ, ઇમરાન અલી પ્રિયાદા અને ઇંજામુલ મૌલા,ની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ પાકિસ્તાન સ્થિત ઠગોને સાયબર છેતરપિંડી માટે હજારો OTP પૂરા પાડતી હતી.
આ સમગ્ર કૌભાંડમાં રૂપિયા 1.5 કરોડની સાયબર ઠગાઈની ફરિયાદ બાદ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક છે. હોંગકોંગમાં બેઠા-બેઠા ચાઇનિઝ માલવેર દ્વારા છેતરપિંડીની ફાઇલો તૈયાર કરવામાં આવતી હતી, અને પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં કાર્યરત કોલ સેન્ટરો દ્વારા આ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી. જ્યારે છેતરપિંડી માટે OTPની જરૂર પડતી, ત્યારે પકડાયેલા આરોપીઓ આ OTP પ્રદાન કરતા હતા.
આરોપીઓ OTP આપવા બદલ કમિશન મેળવતા હતા. અત્યાર સુધીમાં તેઓએ વિવિધ પ્રકારની સાયબર છેતરપિંડી માટે કુલ 21,900 જેટલા OTP આપ્યા હોવાનો ખુલાસો થયો છે. આરોપી ઇમરાન અલી પ્રિયાદા ગ્રાહકોના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ્સનો દુરુપયોગ કરીને તેમના નામે બોગસ સિમ કાર્ડ્સ એક્ટિવ કરતો હતો. આ સિમ કાર્ડ્સનો ઉપયોગ કરીને તેઓ ડમી સિમ કાર્ડ્સ તૈયાર કરતા અને સાયબર ફ્રોડ કરનારાઓને OTP સેવા પૂરી પાડતા હતા.
છેલ્લા પાંચ વર્ષમાં, આ ગેંગે 21,000 થી વધુ OTP વેચીને રૂપિયા 21 લાખથી વધુની કમાણી કરી હતી. આ ઉપરાંત, વોટ્સએપ એક્ટિવેશન માટે 900 OTP વેચીને રૂપિયા 2.25 લાખથી વધુની કમાણી કર્યાનો પણ ઘટસ્ફોટ થયો છે. તપાસમાં કુલ 4,500 બોગસ સિમ કાર્ડ્સનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. આ રેકેટ 26 રાજ્યોમાં ફેલાયેલું હતું અને તેની સાથે 251 જેટલી સાયબર ફરિયાદો પણ સંકળાયેલી છે.
સૌથી વધુ ચોંકાવનારી વિગત એ છે કે આ બોસ કેમ્પ નેટવર્ક અંતર્ગત ભારતના 10,000 થી વધુ ડિવાઇસ, જેમાં મોબાઇલ ફોન, કમ્પ્યુટર અને લેપટોપનો સમાવેશ થાય છે, હેક થયા હોવાનું બહાર આવ્યું છે. સાયબર ક્રાઇમ દ્વારા આ ઇન્ફેક્ટેડ ડિવાઇસને ડીએક્ટિવેટ કરીને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે, જેથી હજારો-કરોડો રૂપિયાની વધુ છેતરપિંડી અટકાવી શકાય. આ કેસ ભારતમાં સાયબર ક્રાઇમની આંતરરાષ્ટ્રીય જડો અને તેના વિસ્તરણને દર્શાવે છે.
ગેસ અને એસિડિટી થશે છૂમંતર, અઠવાડિયામાં 2-3 વાર આ શાક ખાઓ અને પછી જુઓ ચમત્કાર