AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકીય પક્ષો ચૂંટણી ખર્ચના હિસાબોનું ઓડિટ કેમ આપતા નથી ? નાણાકીય જવાબદારી અંગે જાગૃત નાગરિકે કર્યા ગંભીર આક્ષેપ, જુઓ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાણાકીય પારદર્શિતાનો ગંભીર અભાવ જોવા મળે છે. ઉમેદવારો માટે બેંક એકાઉન્ટ ફરજિયાત ન હોવાથી રોકડ વ્યવહારો અને કાળા નાણાનો ભય છે.

રાજકીય પક્ષો ચૂંટણી ખર્ચના હિસાબોનું ઓડિટ કેમ આપતા નથી ? નાણાકીય જવાબદારી અંગે જાગૃત નાગરિકે કર્યા ગંભીર આક્ષેપ, જુઓ
Sachin Kolte
| Edited By: | Updated on: Apr 08, 2026 | 8:01 PM
Share

ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નાણાકીય જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

 ચૂંટણી સુધારાઓ માટે કાર્યરત સંતોષસિંહ રાઠોડનું કહેવું છે કે, તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવે, તે વિષયો પર કામ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે,ભારતના સંવિધાનના અનુચ્છેદ 243 (ડ) અને 243 (વ-ક) મુજબ રાજ્ય ચૂંટણી આયોગને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમ છતાં, વર્તમાન વ્યવસ્થામાં ઘણા ખામીઓ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો..

1. બેંક એકાઉન્ટ વિના ખર્ચ

ચૂંટણી લડતા ઉમેદવારો માટે અલગ બેંક એકાઉન્ટ ફરજિયાત નથી. પરિણામે:

  • મોટા ભાગનો ખર્ચ રોકડમાં થાય છે
  • રાજકીય પક્ષો દ્વારા આપેલા ફંડનો કોઈ પારદર્શક હિસાબ નથી
  • કાળું નાણું વપરાશનો ભય વધે છે

ઉદાહરણ તરીકે, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અંદાજિત ખર્ચ ₹17.28 કરોડ સુધી પહોંચે છે.

2. સોશિયલ મીડિયા ખર્ચ અદૃશ્ય

ઉમેદવારો દ્વારા કરવામાં આવતા સોશિયલ મીડિયા પ્રચાર અંગે:

કોઈ ફરજિયાત જાહેરખબર નથી એજન્સીઓ દ્વારા ખર્ચ થાય છે પરંતુ નોંધાતો નથી ચૂંટણી અધિકારીઓ પાસે માહિતી ઉપલબ્ધ નથી

3. રાજકીય પક્ષો ઓડિટ રિપોર્ટ નથી આપતા

2011ના નિયમો મુજબ રાજકીય પક્ષોએ:

  • વાર્ષિક ઓડિટ રિપોર્ટ
  • આવક-ખર્ચના હિસાબ
  • ઇન્કમ ટેક્સ રિટર્ન

રાજ્ય ચૂંટણી આયોગમાં જમા કરાવવાના છે. પરંતુ RTI માહિતી મુજબ ઘણા પક્ષોએ વર્ષો સુધી આ નિયમોનું પાલન કર્યું નહીં હોવાના આક્ષેપ કરાયા છે.

જેમાં હિસાબ ન આપનાર પક્ષો:

  • Bharatiya Janata Party
  • Bahujan Samaj Party
  • Nationalist Congress Party
  • Samajwadi Party
  • Indian National Congress
  • Aam Aadmi Party

કેટલાક પક્ષોએ 2011 થી 2024 સુધી સતત હિસાબ જમા કરાવ્યા નથી.

4. પાર્ટી ખર્ચ પર કોઈ મોનિટરિંગ નહીં થતું હોવાના આક્ષેપ

ઉમેદવારો માટે ખર્ચ નિરીક્ષક હોય છે. પરંતુ રાજકીય પક્ષો માટે કોઈ નિરીક્ષણ વ્યવસ્થા નથી. પાર્ટીઓ દ્વારા દર્શાવેલો ખર્ચ સાચો છે કે નહીં તેની ચકાસણી શક્ય નથી તેવા પણ આક્ષેપ કરાયા છે.

કાયદાકીય સંદર્ભ શું કહે છે ?

સુપ્રીમ કોર્ટના 1975ના એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કરાયું છે કે, પાર્ટી દ્વારા ઉમેદવાર માટે કરાયેલ ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ગણવામાં આવવો જોઈએ.

ઈરાનને હથિયાર સપ્લાય કરનારા કોઈપણ દેશ પર અમે 50% ટેરિફ, અહીં જાણો 

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">