ગુજરાત હાઈકોર્ટમાં 7 નવા ન્યાયાધીશોની નિમણૂક, બે મહિલા જજનો પણ સમાવેશ

|

Oct 17, 2021 | 12:12 PM

ગુજરાત હાઇકોર્ટમાં નવા સાત ન્યાયાધીશનો ઉમેરો થતાં જજોની સંખ્યા 33 થઈ છે. જેમાં હાલમાં જ નવા નિમણૂક થયેલ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય કાયદા વિભાગે  ગુજરાત હાઈકોર્ટ(Gujarat Highcourt) માં બે મહિલા સહિત નવા 7 વકીલોની ન્યાયાધીશ(Judge) તરીકે નિમણૂક કરી છે. આ તમામ ન્યાયાધીશોને આગામી સપ્તાહે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શપથ લેવડાવશે.સાત નવા જસ્ટિસમાં મોના એમ. ભટ્ટ, સમીર જે. દવે, હેમંત એમ. પ્રચ્છક, સંદીપ એન. ભટ્ટ, અનિરૂદ્ધ પી. માયી, નિરલ આર. મહેતા અને નિશા એમ. ઠાકોરનો સમાવેશ થાય છે.

ગુજરાત હાઇકોર્ટમાં નવા સાત ન્યાયાધીશનો ઉમેરો થતાં  જજોની  સંખ્યા 33 થઈ છે. જેમાં હાલમાં જ નવા નિમણૂક થયેલ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારનો સમાવેશ થાય છે. ઉપરાંત નવા 2 મહિલા જજની સાથે ગુજરાત હાઇકોર્ટમાં કુલ મહિલા જજની સંખ્યા 5 થઈ છે. હાલ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટીસ ગીતા ગોપી, જસ્ટિસ વૈભવી નાણાવટી, જસ્ટિસ સંગીતા વિષેન મહિલા જજ તરીકે કાર્યરત છે.

આ પણ વાંચો : અમદાવાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી, નારોલમાં ઉબડ ખાબડ રસ્તાઓથી લોકો પરેશાન

આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપનું ઓબીસી કાર્ડ, આજે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપુરા સભા ગજવશે

Published On - 12:01 pm, Sun, 17 October 21

Next Video