ATSના કર્મીઓને રાજ્ય સરકારની ભેટ, કર્મચારીઓને બેઝિક પે નો 45 ટકા પગાર વધારો, જુઓ Video
ATSના કર્મીઓને રાજ્ય સરકારની ભેટ મળી છે. કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્સ અપાશે તેવો નિર્ણય લેવાયો છે. બેઝિક પે નો 45 ટકા પગાર વધારો કરાયો છે.
ATSના કર્મચારીઓ માટે ખુશ ખબર આવી છે. ATS (Anti Terrorist Squad) ના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્સ અપાશે. જીવના જોખમે કામ કરતા આ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ સહિતના પગારના 45 ટકા જેટલું હાઈરિસ્ક એલાઉન્સ અપાશે. રાજ્યમાં ATSના 240 કર્મચારીઓને ફાયદો મળશે.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ, ફલાઇટની ટિકિટના ભાવમાં અધધ.. 300 ટકાથી વધુનો વધારો
ATSના કર્મચારીના બેઝિક પે નો 45 ટકા પગાર વધારો કરાયો છે. મહત્વનું છે કે અત્યાર સુધી CM સિક્યોરિટી અને ચેતક કમાન્ડોને આ લાભ મળતા હતા. જે હવે ATSના પોલીસ અધિકારીઓને મળશે. ખૂબ હૈ રિસ્ક એરિયામાં આ તમામ ATSના અધિકારીઓએ પોતાની ફરજ બજાવતા હોય છે. જેને લઈ સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો