AHMEDABAD : સરકાર સામે હાઈકોર્ટની લાલ આંખ , ધોરણ-1 થી 5માં ભણાવતા શિક્ષકો ધોરણ-6 થી 8માં ભણાવી શકે નહીં

|

Aug 05, 2021 | 9:41 AM

AHMEDABAD : ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવેલા કેસમાં જસ્ટિસ એ.એસ સુપૈયાએ આદેશ કર્યો છે કે ધોરણ 1 થી 5માં ભણાવતા શિક્ષકો ધોરણ 6 થી 8માં ભણાવી શકે નહી. કોર્ટે એવું અવલોકન કર્યુ છે કે પ્રથમ દૃષ્ટિએ સરકાર બાળકોના શિક્ષણને જોખમમાં મુકી રહી હોય તેવુ જણાઇ આવે છે.ધોરણ-1 થી 5માં ભણાવતા શિક્ષકો-6 થી 8 ધોરણ માટે ગેરલાયક […]

AHMEDABAD : ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવેલા કેસમાં જસ્ટિસ એ.એસ સુપૈયાએ આદેશ કર્યો છે કે ધોરણ 1 થી 5માં ભણાવતા શિક્ષકો ધોરણ 6 થી 8માં ભણાવી શકે નહી. કોર્ટે એવું અવલોકન કર્યુ છે કે પ્રથમ દૃષ્ટિએ સરકાર બાળકોના શિક્ષણને જોખમમાં મુકી રહી હોય તેવુ જણાઇ આવે છે.ધોરણ-1 થી 5માં ભણાવતા શિક્ષકો-6 થી 8 ધોરણ માટે ગેરલાયક હોય છે; તેથી તેમને ઉચ્ચ ધોરણોમાં ભણાવવાની મંજૂરી આપી શકાય નહીં. હાઈકોર્ટે સરકારને પૂછ્યું છે કે તમે અત્યારે આવી મંજૂરી આપી કેવી રીતે શકો? તમે કાયદાનો ભંગ કરી રહ્યા છોકોર્ટે ડિરેકટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસરને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો : RAJKOT : ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડીંગને હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરાઈ

આ પણ વાંચો : SURENDRANAGAR : PGVCLએ લખતર ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખ્યું

Next Video