Gujarat High Court: સમાજ જાહેર સેવકોના ભ્રષ્ટ આચરણનો ભોગ બની ગયો છે, ભ્રષ્ટાચાર સભ્ય સમાજનો સૌથી મોટો દુશ્મન છે

|

Jul 13, 2021 | 12:37 PM

ગુજરાત હાઈકોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે, મોટા ભાગે સમાજ જાહેર સેવકોના ભ્રષ્ટ આચરણનો ભોગ બની ગયો છે. સાથે જણાવ્યું કે, ભ્રષ્ટાચાર એ દરેક સ્વતંત્ર અને સભ્ય સમાજનો સૌથી મોટો દુશ્મન છે.

Gujarat High Court: સમાજ જાહેર સેવકોના ભ્રષ્ટ આચરણનો ભોગ બની ગયો છે, ભ્રષ્ટાચાર સભ્ય સમાજનો સૌથી મોટો દુશ્મન છે
Gujarat High Court

Follow us on

Gujarat High Court: ગયા અઠવાડિયે ભારતના બંધારણના આર્ટિકલ 226 અને સીઆરપીસીની કલમ 482 હેઠળ દાખલ કરેલી પિટિશનની સુનાવણી કરી રહી હતી. જેમાં તપાસ અધિકારી અને ડીએસપી સ્કવોડના અધિકારી દ્વારા અરજદારને આપવામાં આવેલી ધમકીઓ (તેમની સામે નોંધાયેલા એફઆઈઆરના સંદર્ભે) અંગે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.

જેને લઈ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે, મોટા ભાગે સમાજ જાહેર સેવકોના ભ્રષ્ટ આચરણનો ભોગ બની ગયો છે. સાથે જ ભારપૂર્વક જણાવ્યું કે, ભ્રષ્ટાચાર એ દરેક સ્વતંત્ર અને સભ્ય સમાજનો સૌથી મોટો દુશ્મન છે.

ન્યાયાધીશ ગીતા ગોપીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર એ દરેક સ્વતંત્ર અને સભ્ય સમાજનો જીવલેણ દુશ્મન છે. સમાજ જાહેર સેવકોના ભ્રષ્ટ વ્યવહારનો શિકાર બન્યો છે. સાથે જ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું છે કે, કોઈ પણ સ્તરના કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ સ્તરે ભ્રષ્ટાચાર નિંદાકારક છે, જેને ન્યાયિક અધિકારી દ્વારા અવગણી શકાય નહીં.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

કેસની વિગત મુજબ મહેસાણા જિલ્લાના રહેવાસી રજત પટેલે પીએસઆઈ દ્વારા આપવામાં આવેલી ધમકીઓ સંદર્ભે તપાસ માટે હાઇકોર્ટમાં માગણી કરી હતી. અરજદારે ધાકધમકી, હુમલો, વગેરેના આરોપસર “ખોટી અને ઉશ્કેરણીજનક માહિતી” ના આધારે ધરપકડ કર્યા બાદ નિયમિત અંતરે તેમની પાસેથી લાંચ માંગી હોવાનું પણ જણાવ્યું હતું.

રજત પટેલે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પોલીસે તેની એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરી દીધો હતો કે તેઓએ તેને કૌટુંબિક વિવાદ તરીકે સમાધાન કરવું જોઈએ.

 

આ પણ વાંચો: Corona Vaccine: ભારત બાયોટેકની Covaxin ને ટૂંક સમયમાં ઈમરજન્સી યુઝ માટે WHOની મળી શકે છે મંજૂરી

 

આ પણ વાંચો: Panchmahal: કાલોલ GIDCની ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

Next Article