Gujarat Government Job : 6 વર્ષની કાનૂની લડાઈ, ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ SC/ST/OBC મહિલાઓને રાહત, જુઓ Video

ગુજરાત હાઈકોર્ટે 2018ના વિવાદિત મહિલા અનામત પરિપત્રને કારણે નોકરીથી વંચિત રહેલી SC/ST/OBC શ્રેણીની ત્રણ યુવતીઓને છ વર્ષની લાંબી કાયદાકીય લડત બાદ ન્યાય અપાવ્યો છે.

Gujarat Government Job : 6 વર્ષની કાનૂની લડાઈ, ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ SC/ST/OBC મહિલાઓને રાહત, જુઓ Video
| Edited By: | Updated on: Apr 30, 2026 | 9:42 PM

ગુજરાત હાઈકોર્ટે મહિલા અનામત સંબંધિત વર્ષ 2018ના એક વિવાદિત સરકારી પરિપત્રને કારણે ઉદ્ભવેલા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને પગલે SC/ST અને OBC શ્રેણીની ત્રણ યુવતીઓને છ વર્ષની લાંબી કાયદાકીય લડત બાદ આખરે ન્યાય મળ્યો છે.

આ યુવતીઓને લાયકાત અને ઉચ્ચ માર્ક્સ હોવા છતાં, તે સમયે અમલમાં રહેલા પરિપત્રની જોગવાઈઓના કારણે નોકરીથી વંચિત રાખવામાં આવી હતી.

વર્ષ 2018માં ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં SC/ST અને OBC મહિલા ઉમેદવારો ફક્ત અનામત બેઠકો પર જ ઉમેદવારી કરી શકે તેવી જોગવાઈ હતી. આ જોગવાઈને કારણે લાયકાત ધરાવતી મહિલાઓ, ભલે તેમને ઓપન મેરિટના ઉમેદવારો કરતાં વધુ માર્ક્સ મળ્યા હોય, તેમ છતાં ઓપન મેરિટની બેઠકો પર પસંદગી પામી શકતી ન હતી.

આ પરિપત્રને કારણે ભારે વિવાદ થયો હતો અને આખરે સરકારે તે પરિપત્ર રદ કરીને નવો પરિપત્ર બહાર પાડ્યો હતો. જોકે, આ વિવાદિત પરિપત્રને કારણે તે સમયે જે યુવતીઓને નોકરી મળી ન હતી, તેમને છ વર્ષ સુધી કાયદાકીય લડત લડવી પડી હતી.

આ કેસમાં ત્રણ યુવતીઓ – અંકિતાબેન અમૃતભાઈ પરમાર (86 માર્ક્સ), રમિલાબેન કાંતિભાઈ વાઘેલા (85 માર્ક્સ) અને સુધાબેન હિતેનભાઈ વરણ (83 માર્ક્સ) – સેનેટરી ઇન્સ્પેક્ટરની નોકરી માટે સંપૂર્ણ પાત્રતા ધરાવતી હતી. તેમના માર્ક્સ અન્ય કેટલાક પસંદ થયેલા ઉમેદવારો (જેમના 76-77 માર્ક્સ હતા) કરતાં ઘણા વધારે હતા, તેમ છતાં તેમને નોકરી આપવામાં આવી ન હતી. આ અન્યાય સામે ત્રણેય યુવતીઓએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.

હાઈકોર્ટે આ યુવતીઓની દલીલોને ધ્યાનમાં રાખીને તેમના પક્ષમાં ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આદેશ કર્યો છે કે તેઓ બે અઠવાડિયામાં આ ત્રણેય યુવતીઓની તરફેણમાં સરકાર સમક્ષ ભલામણ કરે. આ ઉપરાંત, ગુજરાત સરકારને છ અઠવાડિયામાં આ ત્રણેય દીકરીઓને ફરજ પર હાજર કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

આ ચુકાદાનો એક અન્ય મહત્વપૂર્ણ પાસું એ છે કે આ ત્રણેય અરસદારોની નોકરીમાં સિનિયોરિટી તેમની મૂળ ભરતીના સમયથી જ ગણવામાં આવશે, જેથી તેમને થયેલા વિલંબના કારણે ભવિષ્યમાં કોઈ નુકસાન ન ભોગવવું પડે. આ ચુકાદો અનામત નીતિઓમાં મહિલાઓના અધિકારો અને લાયકાતને પ્રાધાન્ય આપવાની દિશામાં એક પ્રેરક પગલું છે.

ગુજરાતની 12 વર્ષની યુવા ટેનિસ ખેલાડીએ તોડ્યો સાનિયા મિર્ઝાનો 25 વર્ષ જૂનો રેકોર્ડ, જુઓ Video

Follow Us