Gujarat માં ગ્રેડ પે મુદ્દે આરોગ્ય કર્મીઓની મહાઆંદોલનની જાહેરાત, ચૂંટણીના કામના બહિષ્કારની ચીમકી

|

May 01, 2022 | 5:37 PM

ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા લાંબા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યુ છે. જે પડતર પ્રશ્નો પર સ્લોગન સાથે ટી શર્ટ અને ટોપી બનાવી લોન્ચ કરાઇ. જે ટી શર્ટ પહેરી કર્મચારીઓને કામ કરવા જણાવાયુ છે અને જો તેનાથી પણ કહી નહિ થાય તો ચૂંટણીનું કામ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Gujarat માં ગ્રેડ પે મુદ્દે આરોગ્ય કર્મીઓની મહાઆંદોલનની જાહેરાત, ચૂંટણીના કામના બહિષ્કારની ચીમકી
Gujarat Health Worker Grade Pay Issue

Follow us on

ગુજરાતમાં (Gujarat) લાંબા સમયથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓના(Health  Worker) ગ્રેડ પે (Grade Pay) ની માંગણીઓને લઈને ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં “સમ્માન જનક ગ્રેડ પે મારો અધિકાર છે અને કોન્ટ્રાક આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરો” જેવા સ્લોગન લખેલ ટી શર્ટ અને ટોપી લોન્ચ કરવામાં આવી હતી. તેમજ ટી શર્ટ પહેરી કર્મચારીઓને કામ કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ જો આ મુદ્દાનો ઝડપી ઉકેલ નહિ આવે તો સંગઠને ચૂંટણીનું કામ બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

સ્ટાફ નર્સને માત્ર 2800 જેટલો ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે

આ અંગે રજૂઆત કરતાં ગુજરાત જનતા જાગૃતિ મંચે જણાવ્યું હતું કે બે વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના જેવી જીવલેણ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. એવા સમયમાં આરોગ્ય વિભાગ ના કોરોના વોરિયર્સ દ્વારા પોતાના જીવના જોખમે કામગીરી કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાનું સરહદના પ્રથમ હરોળના સિપાહીની જેમ રક્ષણ કરેલ છે. પરંતુ, ઉમદા કામગીરી કરવા છતાં ગુજરાતના આરોગ્ય વિભાગના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરને 1900 ગ્રેડ પે તેમજ ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન અને સ્ટાફ નર્સને માત્ર 2800 જેટલો ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે.

ચૂંટણીનું કામ બહિષ્કાર કરવાની ચીમકી

જે અન્ય સમકક્ષ કેડર કરતાં ઓછો હોઈ આ વિસંગતતાઓ દુર કરી સમ્માનજનક ગ્રેડ પે અપાવવા માટે તેમજ કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ જેવી શોષણભરી નિતી નાબુદ કરી આ કર્મચારીઓને કાયમી કરવા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા લાંબા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યુ છે. જે પડતર પ્રશ્નો પર સ્લોગન સાથે ટી શર્ટ અને ટોપી બનાવી લોન્ચ કરાઇ. જે ટી શર્ટ પહેરી કર્મચારીઓને કામ કરવા જણાવાયુ છે અને જો તેનાથી પણ કહી નહિ થાય તો ચૂંટણીનું કામ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

સ્લોગન લખેલા ટીશર્ટ લોન્ચ કરી

તેમ છતાં કોરોના વોરિયર્સનું સમ્માન કરો જાહેરાતો કરનાર ગુજરાત સરકાર કોરોના વોરિયર્સની માંગણીઓની અવગણના કરી રહી છે ત્યારે ગુજરાત સરકારની બેવડી નીતિ જનતા સમક્ષ ઉજાગર કરવા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા ગુજરાત સ્થાપના દિવસના રોજ “ગ્રેડ પે અમારો અધિકાર છે” તેમજ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરો” જેવા સ્લોગન લખેલા ટીશર્ટ લોન્ચ કરી ગુજરાતના પંચાયત વિભાગ, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા Mphw,ફિમેલ હેલ્થ વર્કર, ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન, સ્ટાફનર્સ તેમજ NHM ના કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને એકજુટ કરી મહા આંદોલનની જાહેરાત ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્વારા કરવામાં આવી.

કોરોના વોરિયર્સ આપણી ઢાલ છે એનું સમ્માન કરો

ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે ટીશર્ટ લોન્ચ કરી જણાવ્યું હતું કે કોરોના વોરિયર્સના સમ્માન માટે સરકાર દ્વારા થાળીઓ વગાડવા, મીણબત્તીઓ પેટાવવા અપીલ કરવામાં આવી હતી. તેમજ કોરોના વોરિયર્સ આપણી ઢાલ છે એનું સમ્માન કરો જેવી કોલર ટયુન સતત સંભળાવી હતી. જોકે એ જ સરકાર કોરોના વોરિયર્સની માંગણી ઓ પુરી કરવાની જગ્યાએ પોલીસ કેસ કરવાની અને પગાર અટકાવવાની ધમકીઓ આપી રહી છે. તેમજ નવી ભરતીઓ આવતા વર્ષોથી કામ કરતાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ના કોરોના વોરિયર્સને નોકરીમાંથી કાઢી મુકતા પણ સરકાર અચકાશે નહિ.

ત્યારે ગુજરાતની સાડા છ કરોડ જનતાને કોરોના વોરિયર્સની વ્યથાથી અને સરકારની બેવડી નીતિથી વાકેફ કરી આ કોરોના વોરિયર્સના હકની લડતમાં સાથ આપવા ગુજરાત જનતા જાગૃતિ મંચે હાકલ કરી છે.

આ પણ વાંચો :  Ahmedabad : સેન્ટ્રલ જેલને ડીજીટલ બનાવવા કવાયત, કેદીઓ માટે ફોન કોલિંગ સેવા શરૂ કરાઇ

આ પણ વાંચો : Surat: સચિનમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કેસમાં આરોપીને મરે ત્યાં સુધી કેદની સજા

Published On - 5:36 pm, Sun, 1 May 22

Next Article