Rathyatra 2022 : અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ભગવાન જગન્નાથની મહાઆરતી કરી

|

Jun 30, 2022 | 11:58 PM

ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત હોવાથી આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ખીચડાનો પ્રસાદ લઈને જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરી હતી.

Rathyatra 2022 : અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ભગવાન જગન્નાથની મહાઆરતી કરી
Gujarat Health Minister Rushikesh Patel Perform Maha Aarti In Ahmedabad Jagannath Temple

Follow us on

અમદાવાદમાં(Ahmedabad) 1 જુલાઇના રોજ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા(Rathyatra 2022) છે. ત્યારે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ભગવાનના દર્શન માટે ઉમટી પડશે. જો કે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રતિનિધિ તરીકે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ભગવાન જગન્નાથની મહાઆરતી કરી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત હોવાથી આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ખીચડાનો પ્રસાદ લઈને જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરી હતી. આ દરમિયાન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા.  મહત્વનું છે કે, દર વર્ષે રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે પહિંદ વિધી યોજાય છે. રથયાત્રાના પ્રારંભે મુખ્યપ્રધાન સોનાની સાવરણીથી રસ્તો સાફ કરે છે. ત્યારબાદ દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવે છે. આ વિધિને પહિંદવિધી તરીકે ઓળખવામાં આવે છે.વર્ષ 1990થી પહિંદ વિધીની શરૂઆત થઈ છે.જો કે  ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના ગ્રસ્ત હોવાના લીધે પહિંદ વિધિ કોણ કરશે તે અંગે મૂંઝવણ હતી.  જો કે મોડી રાત્રે ગુજરાતના  સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્વસ્થ હોવાથી પહિંદ  કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

બીજી તરફ રથયાત્રા માટે રાજ્યનું ગૃહ મંત્રાલય અને સુરક્ષા તંત્ર સજ્જ છે.તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર દિવસ દરમિયાન પોલીસ જવાનો ખડેપગે રહેશે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે નાગરિકોને તંત્રને સાથ સહકાર આપવા અપીલ કરી છે.

આ પણ વાંચો

ભગવાન જગન્નાથજી રથયાત્રામાં સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના નામે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના નામે છે. તેમણે વર્ષ 2002 થી વર્ષ 2013 સુધી 12 વર્ષ સુધી રથયાત્રાની પહિંદ વિધિ કરી છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા,અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિન્દ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે પણ 5 વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ મુખ્યપ્રધાન પદે ત્રણ વખત રથયાત્રામાં પહિંદવિધિ કરીને થયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે સીએમ તરીકે વિજય રૂપાણીએ પણ 5 વખત રથયાત્રાની પહિંદ વિધિ કરી છે. તેમજ આ વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના ગ્રસ્ત થતાં તેવો રથયાત્રાની પહિંદ વિધિ કરી શકશે નહિ. તેમના સ્થાને રથયાત્રાની પહિંદ વિધિ કોણ કરશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Published On - 11:44 pm, Thu, 30 June 22

Next Article