યતીન ઓઝા વિરૂદ્ધનો Contempt Case સમાપ્ત કરો.. સુપ્રીમ કોર્ટની ગુજરાત હાઇકોર્ટને કહ્યું, જાણો શું છે આખો મામલો

જૂન 2020માં ફેસબુક લાઈવ પર ગુજરાત હાઈકોર્ટ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ યતીન ઓઝા સામે Contempt ની કાર્યવાહી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે ઓઝાને નિઃશરત માફી માંગવાની સલાહ આપી છે.

યતીન ઓઝા વિરૂદ્ધનો Contempt Case સમાપ્ત કરો.. સુપ્રીમ કોર્ટની ગુજરાત હાઇકોર્ટને કહ્યું, જાણો શું છે આખો મામલો
| Updated on: Aug 05, 2025 | 9:43 PM

2020માં જુન મહિનામાં લાઈવ ફેસબુક કૉન્ફરન્સ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ અને રજિસ્ટ્રી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા બાદ હાઈકોર્ટ દ્વારા સુઓમોટો તિરસ્કારની કાર્યવાહીનો સામનો કરી રહેલા વરિષ્ઠ વકીલ યતીન ઓઝાને લઈને સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ વાતચીત થઇ હતી.

જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને વિજય બિષ્ણોઇની બેંચે કહ્યું કે જો ઓઝા બિનશરત માફી માંગે અને ખાતરી આપે કે તેઓ આવુ વર્તન ફરી નહીં કરે, તો આ મામલો સમાપ્ત કરી દેવો યોગ્ય રહેશે. કોર્ટે જણાવ્યું: “જીવનમાં ખેદ સૌથી મોટો દંડ હોય છે. જો કોઈ વ્યક્તિ ખેદ વ્યક્ત કરે અને માફી માંગે, તો આપણે કેટલી વધુ કઠોરતા દાખવવી ?”

યતીન ઓઝાની તરફથી હાજર વરિષ્ઠ વકીલ કે.કે. વેણુગોપાલે જણાવ્યું કે, ઓઝાએ અગાઉ પણ પાંચ વાર માફી માગી છે. તેઓએ ઉમેર્યું કે COVID-19 મહામારી દરમિયાન ઓઝાએ જુનિયર વકીલોના હિતમાં આ નિવેદન આપ્યુ હતું કારણ કે કોર્ટમાં કેસો સુનાવણી માટે મૂકાતા ન હતા.

કોર્ટે નોંધ્યું કે, લાંબા સમય સુધી તણાવ રહેવું યોગ્ય નથી અને કહ્યું: “માફી માંગવામાં આવે ત્યારે મહાનતા બતાવવી જોઈએ, હવે મામલો સમાપ્ત કરો.” આ મામલે આગામી સુનાવણી 19 ઓગસ્ટે થશે.

શું છે આખી ઘટના ?

જૂન 2020માં યતીન ઓઝાએ ફેસબુક લાઈવ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ પર ગંભીર આરોપ મૂક્યા હતા, જેના આધારે તાત્કાલિક તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જુલાઈ 2020માં તેમનો સિનિયર એડ્વોકેટનો દરજ્જો પણ રદ કરવામાં આવ્યો હતો.

ઑક્ટોબર 2020માં હાઈકોર્ટે તેમને તિરસ્કાર માટે દોષી ઠેરવ્યા અને માત્ર ₹2,000નો દંડ અને કોર્ટ ઉઠે ત્યાં સુધીની સાદી કેદની સજા સંભળાવી હતી. બાદમાં ઓઝાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો.

ઑક્ટોબર 2021માં સુપ્રીમ કોર્ટે તેમના સિનિયર એડ્વોકેટના દરજ્જાની પુનઃસ્થાપના કરી, જે 1 જાન્યુઆરી 2022થી બે વર્ષ માટે માન્ય રહી હતી.

વરિષ્ઠ વકીલો અરવિંદ દાતાર, અભિષેક મનુ સિંઘવી, સુશીલ કુમાર જૈન, આરકે ઓઝા, પૂર્વિશ જીતેન્દ્ર મલકન અને એડવોકેટ્સ યશસ્વી વીરેન્દ્ર, અપુર કાપડિયા, જય વાધવા, ધરિતા મલકન, નંદિની છાબરા, સ્તુતિ ચોપરા, આલોક શર્મા, આદિત્ય ગુપ્તા અને અનન્યી વી મિશ્રા ઓઝા વતી હાજર થયા અને  વકીલોએ દલીલો આપી. ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન તરફથી કે.કે. વેણુગોપાલ અને આર્યમા સુન્દરમ હાજર રહ્યા…

ગુજરાત હાઇકોર્ટ એટલે કે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યથી ગુજરાત રાજ્ય અલગ થયું હતું.. સુપ્રીમ કોર્ટના આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..