ગુજરાતમાં ભાજપ સરકાર ચૂંટણીઓ આવે ત્યારે ભરતીની યુવાનોને લાલચ આપે છે : કોંગ્રેસ
કોંગ્રેસે ભાજપસરકાર સામે નિશાન તાક્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓ આવે ત્યારે ભાજપ ભરતીની યુવાનોને લાલચ આપે છે.
ગુજરાત(Gujarat)સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં છૂટછાટ આપવા મુદ્દે કોંગ્રેસે ભાજપ(BJP)સરકાર સામે નિશાન તાક્યું છે. કોંગ્રેસ(Congress) પ્રવક્તા મનિષ દોશીએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓ આવે ત્યારે ભાજપ ભરતીની યુવાનોને લાલચ આપે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત(Gujarat)સરકારે સ્પાર્ધાત્મક પરીક્ષા(Competative Exam)મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા 41 વર્ષની કરવામાં આવી છે. રાજ્યની સ્પાર્ધાત્મક પરીક્ષાની ઉંમરમાં(Age) છૂટછાટ આપવામાં આવી છે. પ્રધાનમંડળની બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
જ્યારે શિક્ષણપ્રધાને જણાવ્યું કે કોરોનાકાળમાં પરીક્ષાઓ મોડી લેવામાં આવી છે. બિન અનામત વર્ગના ઉમેદવારોની વય મર્યાદા એક વર્ષ વધારાઈ, તારીખ 1-9-2021થી લઈને 31-8-2022 સુધી અમલમાં રહેશે. કોરોનાની સ્થિતિ માં અનેક પરીક્ષાઓ ભરતી માટેની તકલીફો યુવાનોએ વેઠી છે તેમાંથી બહાર કાઢવા, માટે સ્પર્ધાત્મક પરીક્ષા માં એક વર્ષની છૂટ આપી છે જનરલ કેટરીના 36 વર્ષ કર્યા છે, ઉલ્લેખનીય છે કે શિક્ષણપ્રધાનના જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગે યુવાનોની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 94. 64 ટકા જેટલું મતદાન નોંધાયું, આજે પરિણામ
આ પણ વાંચો : GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 13 ઓક્ટોબરે કોરોનાના નવા 26 કેસ નોંધાયા, 20 દર્દીઓ સાજા થયા, એક પણ મૃત્યુ નહી