ગુજરાતની કોરોના રસીકરણને લઈને વધુ એક સિદ્ધિ, પાંચ મહાનગરોમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ

|

Nov 10, 2021 | 10:46 PM

ગુજરાતમાં ગાંધીનગર, ભાવનગર, સુરત, રાજકોટ અને જૂનાગઢ મનપાએ પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ કર્યું છે. તેમજ રાજ્યના 4 જિલ્લાઓમાં પણ કોરોના રસીના પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સીનેશન થયું છે.

ગુજરાતે(Gujarat)  કોરોના(Corona)  રસીકરણને લઈને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોરોનાની સામે રસીકરણ(Vaccination)  જ એક સચોટ અને અક્સીર ઉપાય છે અને આવું કરવામાં ગુજરાત સફળ રહ્યું છે. ગુજરાત સરકારના પ્રયત્નો અને નાગરિકોમાં જાગૃતતાને કારણે ગુજરાતમાં મોટાભાગના લોકોએ રસી લઈ લીધી છે. જે અંતર્ગત રાજ્યની પાંચ મહાનગરપાલિકાઓમાં પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સીનેશન થઈ ચુક્યું છે.

જેમાં ગાંધીનગર, ભાવનગર, સુરત, રાજકોટ અને જૂનાગઢ મનપાનો સમાવેશ થાય છે.. આ તરફ રાજ્યના 4 જિલ્લાઓમાં પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સીનેશન થયું છે. તો જૂનાગઢ, મહીસાગર, તાપી, અમદાવાદ જિલ્લામાં પણ 100 ટકા વેક્સીનેશન પૂર્ણ થયું છે. રાજ્યના 16,109 ગામમાં પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સીનેશન થયું છે.

એટલે કે 4 કરોડ 50 લાખ લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 2 કરોડ 71 લાખ લોકોએ વૅક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે. આમ રાજ્યમાં કુલ 7 કરોડ 20 લાખનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના રસીકરણ અંતર્ગત શહેરી વિસ્તારમાં પ્રચાર પ્રસારના પગલે કોરોના રસીકરણને સારો એવો વેગ મળ્યો છે. જયારે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના વેક્સિનનો ડોઝ મોટાભાગના લોકોએ લઈ લીધો છે. જો કે રાજ્ય સરકારના પ્રયાસ છે કે ડિસેમ્બર માસ સુધી રાજ્યના કોરોના વેક્સિન લેવા પાત્ર 100 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવે.

આ પણ વાંચો : Dengue : અમદાવાદમાં કોરોના બાદ ડેન્ગ્યુનો ભરડો, ગત વર્ષ કરતા 5 ગણા વધુ કેસો નોંધાયા

આ પણ વાંચો :  જુનાગઢ : સાસણ ગીર પ્રવાસીઓથી ઉભરાયું, 9 નવેમ્બર સુધીમાં 47 હજાર પ્રવાસીઓની મુલાકાત

Published On - 7:01 pm, Wed, 10 November 21

Next Video