રાજ્યની શાળાઓમાં પ્રવાસી શિક્ષકોનું મહેનતાણું વધારવાની માંગ, એક તાસના મળે છે માત્ર આટલા રૂપિયા

|

Aug 22, 2021 | 7:03 PM

2015માં સરકારે પ્રવાસી શિક્ષકોનું મહેનતાણું નક્કી કર્યું હતું, જે મુજબ પ્રાથમિકમાં તાસ દીઠ 50 રૂપિયા અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક તાસ દીઠ 75 અને 90 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું.

AHMEDABAD : રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તાજેતરમાં ભરતી કરવામાં આવી છે, પરંતુ માધ્યમિક શાળાઓમાં ભરતી થઈ નથી.કેટલીક માધ્યમિક શાળાઓમાં માત્ર એક જ કાયમી શિક્ષક છે.કાયમી શિક્ષકોની સામે પ્રવાસી શિક્ષકોથી કામ ચાલે છે.આંકડાશાસ્ત્ર અને ભૂગોળ જેવા વિષયોમાં પ્રવાસી શિક્ષકો મળતાં નથી. પ્રવાસી શિક્ષકોને ઓછું મહેનતાણું મળતું હોવાથી શિક્ષકો મળતાં ન હોવાનો આક્ષેપ સંચાલક મંડળે કર્યો છે. 2015માં સરકારે પ્રવાસી શિક્ષકોનું મહેનતાણું નક્કી કર્યું હતું… જે મુજબ પ્રાથમિકમાં તાસ દીઠ 50 રૂપિયા અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક તાસ દીઠ 75 અને 90 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું.2015 બાદ પ્રવાસી શિક્ષકોના મહેનતણામાં આજ સુધી કોઈ વધારો કે રિવ્યુ કરાયો નથી.

2015 બાદ લાગેલા કાયમી શિક્ષકોનું પગાર ધોરણ ડબલ થઈ ગયું છે. પણ પ્રવાસી શિક્ષકોના મહેનતાણામાં કોઈ વધારો થયો નથી, ત્યારે ગ્રાન્ટેડ શાળાઓને પ્રવાસી શિક્ષકો સહેલાઈથી મળી શકે તે માટે પ્રવાસી શિક્ષકોના મહેનતાણામાં 66 ટકાનો વધારો કરવા સંચાલક મંડળે માંગ કરી છે….પ્રાથમીકમાં પ્રવાસી શિક્ષકોનું મહેનતાણું તાસ દીઠ 50 રૂપિયાથી વધારી 75 રૂપિયા અને મધ્યમિકમાં 75થી વધારી 100 તથા ઉચ્ચતર માધ્યમિકમાં 90થી વધારી 150 રૂપિયા કરવા માંગ કરી છે.

આ પણ વાંચો : e-filing પોર્ટલની હલ ન થતી સમસ્યાઓ બાબતે હવે સરકારની ધીરજ ખૂટી, Infosys ના MD ને સમન્સ મોકલી માંગ્યો જવાબ

આ પણ વાંચો : AMRELI : 5 તંદુરસ્ત સિંહોના રેસ્ક્યુના 4 દિવસ બાદ પણ પરત ન મોકલાતા સ્થાનિકોમાં નારાજગી

Next Video