GUJARAT : રાજ્યમાં કોરોનાના 40 કેસ, 531 કરોડનું રાહત પેકેજ, 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું, જાણો તમામ સમાચાર

|

Nov 30, 2021 | 9:34 PM

Gujarat Corona Update : કોરોના રસીકરણ અભિયાનમાં આજે 30 નવેમ્બરે રાજ્યમાં કુલ 5,38,943 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

GUJARAT : રાજ્યમાં કોરોનાના 40 કેસ, 531 કરોડનું રાહત પેકેજ, 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું, જાણો તમામ સમાચાર
Gujarat Corona Update

Follow us on

AHMEDABAD : રાજ્યમાં આજે 30 નવેમ્બરે કોરોના વાયરસના નાવ 40 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા8,27,474 (8 લાખ 27 હજાર 474) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જેના કારણે કુલ મૃત્યુઅંક 10,092 પર સ્થિર છે.

રાજ્યમાં આજે 30 નવેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 27 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 8 દર્દીઓને રજા અપાઈ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,108( 8 લાખ 17 હજાર 108 ) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા 275 થઇ છે તેમજ રીકવરી રેટ 98.75 ટકા છે.

રસીકરણની વાત કરીએ તો કોરોના રસીકરણ અભિયાનમાં આજે 30 નવેમ્બરે રાજ્યમાં કુલ 5,38,943 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,10,56,461 (8 કરોડ 10 લાખ 56 હજાર 461) ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો

1.ખેડૂતો માટે સારા સમાચાર : ગુજરાત સરકારે 9 જિલ્લાના ખેડૂતો માટે 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી

ખેડૂતોને 2 હેકટરની મર્યાદામાં હેકટર દિઠ રૂપિયા રૂ.6800ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે માટે 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બરથી પોર્ટલના આધારે અરજી સ્વીકારવામાં આવશે. અરજી માટે ખેડૂતોએ કોઇપણ પ્રકારની ફી ચૂકવવાની નથી.

2.ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુના સમયગાળામાં થયો ફેરફાર, જાણો વિગતે

રાજય સરકારે આઠ મહાનગરોના કરફ્યુની સમય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં હવે રાત્રી કરફ્યુ રાત્રે 1 થી સવારના 5 સુધી અમલી રહેશે

3.BOTAD : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય તૈયાર થશે, જાણો આ ભોજનાલયની વિશેષતા

આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં હાલ અહીં ૩૦૦ થી વધુ કારીગરો દિવસ રાત કામ કરી રહ્યા છે.

4.Vibrant Gujarat Summit 2022 : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ સંદર્ભમાં રોડ-શો યોજશે

 સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે સવારે મુંબઇની ધી તાજમહાલ પેલેસ હોટલમાં યોજાનારા રોડ-શૉ પૂર્વે બિઝનેસ લીડર્સ, અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે.

5.ગાંધીનગરમાં ધારાસભ્યો માટે 140 કરોડના ખર્ચે આધુનિક સગવડવાળા 216 ફ્લેટ બનાવવાનું આયોજન : પૂર્ણેશ મોદી

ગુજરાતમાં ધારાસભ્યની સંખ્યા વધે તો પણ તમામને નિવાસ મળી રહે તે હેતુથી અત્યઆધુનિક 9 ટાવર અને 216 યુનિટ ફ્લેટ બનાવવાનું આયોજન સરકારે કર્યું છે. આ ફ્લેટનો કારપેટ એરિયા 1840 ચો.મી હશે.

6.Gandhinagar : સચિવાલયના વિભાગોમાં RTI અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે, મુખ્યમંત્રીએ ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો

રાજ્ય સરકારના વહીવટમાં ટ્રાન્સપરન્સી લાવી નાગરિકોને માહિતી અધિકાર-રાઇટ ટુ ઇન્ફરમેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા આ ઓનલાઇન સેવાઓ ઉપયુકત બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યરત કરાવેલી આ ઓનલાઇન આર.ટી.આઇની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

 

Next Article