ગુજરાત(Gujarat)કોંગ્રેસમાં(Congress)લાંબા સમયથી ગૂંચવાયેલું કોકડું આખરે ઉકેલાયું છે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા(LOP)અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ( President)ના નામ નક્કી થઈ ગયા છે. જો કે, સત્તવાર નામની જાહેરાત બાકી છે. આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક યોજાશે જેમાં સર્વાનુમતે વિધાનસભા વિરોધ પક્ષના નેતાના નામની જાહેરાત કરાશે. તો આજે મોડી રાત સુધીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસના નવા સુકાની તરીકે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને કમાન સોંપવામાં આવે તેવી પુરી શક્યતા છે. જ્યારે વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ ફાઈનલ થઈ ગયું છે તેવી ચર્ચા છે. ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદ ચાલી રહ્યો હતો.
જો કે નામ જાહેર થતાં આ વિવાદનો અંત આવશે. રાજકીય પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો, વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઇકમાન્ડે હવે કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન સાથે ફેરફાર કરવાનો નિર્ધાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવી વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણ ઉભા કર્યા છે. કોંગ્રેસ OBC અને આદિવાસી નેતાને સહારે આગામી ચૂંટણીરૂપી વૈતરણી તરવા માંગે છે.
આ પણ વાંચો : ઓમિક્રોનની વધતી દહેશત, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રાત્રિ કર્ફ્યૂ
આ પણ વાંચો : વાઇબ્રન્ટ માટે વિદેશ ગયેલા બે ડેલિગેશન પરત ફરતા એરપોર્ટ પર ટેસ્ટિંગ થશે, કવોરન્ટાઇન થવું પડશે