ગુજરાત કોંગ્રેસ અને કિસાન સેલે 27 સપ્ટેમ્બરના ભારત બંધના એલાનને સમર્થન આપ્યું

| Edited By: | Updated on: Sep 26, 2021 | 9:06 AM

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું કે નવા કૃષિ કાયદાથી સંગ્રહખોરી વધી છે. જેથી ખેડૂતો અને પ્રજા બંનેને નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

દેશભરમાં કૃષિ બિલના(farm laws )  વિરોધમાં 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે. જેમાં સંયુક્ત કિસાન મોરચાના બંધને ગુજરાત કોંગ્રેસ(Congress) અને કિસાન સેલે(Kisan Cell)  સમર્થન જાહેર કર્યું છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું કે નવા કૃષિ કાયદાથી સંગ્રહખોરી વધી છે. જેથી ખેડૂતો અને પ્રજા બંનેને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. રાજ્યમાં અડધો અડધ APMCની આવક ઘટી છે તો 15 APMC બંધ કરવી પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ છે.

ઉલ્લેખનીય છે કે, સંયુક્ત કિસાન મોરચાના (SKM) આહ્વાન પર, ત્રણ કૃષિ કાયદાઓ (Agriculture Laws) સામે 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. હરિયાણાના ખેડૂતોએ (Farmers) 27 સપ્ટેમ્બરના રોજ તમામ રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો દસ કલાક (સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી) બંધ રાખવાનો સંકલ્પ કર્યો છે.

ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના દસ મહિના પૂરા થવા પર બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ એ કહ્યું કે, બંધના એલાનમાંથી એમ્બ્યુલન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓને મુક્તિ આપવામાં આવશે. તેમણે કહ્યું, અમે સરકારી નીતિઓ સામે અમારી નારાજગી વ્યક્ત કરી રહ્યા છીએ, પરંતુ જનતાને કોઈ અસુવિધા પહોંચાડવા નથી માંગતા. અમે દુકાનદારો, મજૂરો અને કર્મચારીઓને બંધના આહ્વાનમાં જોડાવા અને ટેકો આપવા વિનંતી કરી છે.

આ પણ વાંચો : Tapi : ઉકાઈ ડેમ 93 ટકા ભરાયો, પીવા અને સિંચાઈના પાણીની તકલીફ દૂર થઈ

આ પણ વાંચો : ભાવનગર મહુવા નજીક અકસ્માતમાં બેનાં મોત, મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો