AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં કહી આ વાત, લોકોએ તેમને વધાવી લીધા

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં કહી આ વાત, લોકોએ તેમને વધાવી લીધા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 7:18 AM
Share

અમદાવાદમાં મંચ પર પહોંચેલા ભૂપેન્દ્ર પટેલે સવાલ પૂછ્યો હતો કે કેવું લાગે છે ? અને તેના જવાબમાં CM બની ગયેલા ભૂપેન્દ્ર પટેલે પોતે જ હસતાં હસતાં જવાબ આપ્યો કે તમને જેવું લાગે એવું મને ય લાગે છે

ગુજરાતના(Gujarat) સીએમ ભુપેન્દ્ર પટેલ( CM Bhupendra Patel) જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જ નક્કી કરાયેલા કાર્યક્રમમાં હવે CM બનીને હાજરી આપતા એક અનોખી વાત બની હતી. જેમાં મંચ પર પહોંચેલા ભૂપેન્દ્ર પટેલે સવાલ પૂછ્યો હતો કે કેવું લાગે છે ? અને તેના જવાબમાં CM બની ગયેલા ભૂપેન્દ્ર પટેલે પોતે જ હસતાં હસતાં જવાબ આપ્યો કે તમને જેવું લાગે એવું મને ય લાગે છે અને સભામાં લોકોએ તેમને વધાવી લીધા હતા.

આ કાર્યક્રમ ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમારોહ હતો જેમાં વિકલાંગ વ્યક્તિઓને 3 દિવસના કેમ્પ મારફતે હાથ-પગ બનાવી આપવાનું આયોજન કરાયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ તબક્કે સરકારે દિવ્યાંગો માટે કરેલા કેટલાક નિર્ણયોની વિગતો આપી હતી તો સાથે જ હાલમાં જ પેરાઓલિમ્પિકમાં વિજેતા બનનાર પટેલ સમાજની દિકરી ભાવિના પટેલના કૌશલ્યને પણ બિરદાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું જે સરકારે હવે દિવ્યાંગોને સહાય અંગેના અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. તેમજ સરકાર તેમની વધુમાં વધુ સહાય આપવા માટે કટિબદ્ધ છે. તેમજ તેમની માટે દિવ્યાંગ હોવું એ અભિશાપ નથી. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમની માટે અલગ અલગ યોજનાઓ પણ લાવી છે.

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મકર રાશિ 22 સપ્ટેમ્બર: તમારી કિંમતી વસ્તુઓ ચોરાઈ કે ખોવાઈ જવાની સંભાવના છે, નોકરી કરતા લોકો પર કામનો બોજ ઓછો રહેશે

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 22 સપ્ટેમ્બર: બાળકોની કોઈપણ જિદ્દ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, વ્યવસાય પ્રત્યે કોઈપણ રીતે બેદરકાર ન બનો

Published on: Sep 22, 2021 07:14 AM
g clip-path="url(#clip0_868_265)">