ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સંસ્કરણમાં થશે સહભાગી

ફરી એક વાર અમદાવાદમાં પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે. દુનિયાના 40 દેશના 1500થી વધુ પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર આવશે. ગગનમાં ગુજરાતનું નામ ગુંજતુ કરનારા ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે. આ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સંસ્કરણમાં થશે સહભાગી
| Updated on: Feb 08, 2024 | 6:49 PM

પ્રવાસી ગુજરાતી પર્વ એટલે કે દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓને આ મંચ પર એક છત હેઠળ એકઠા કરવામાં આવે છે. 2022માં યોજાયેલા પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર આ આયોજનનું બીજું સંસ્કરણ આપણા અમદાવાદમાં 10 ફેબ્રુઆરીએ યોજાશે. 1000થી વધુ એનઆરજી અને 1500થી વધુ એનઆરઆઇની હાજરીમાં આ કાર્યક્રમ ગુજરાતીઓના ગૌરવનો સૌથી મોટો મેળો બની રહેશે.

ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે. આ કાર્યક્રમ હેઠળ પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર આવશે. દેશ વિદેશ સાથે ગુજરાતના પણ રાજકારણ ક્ષેત્રેના અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાશે.

અનેક હોદાઓ પર રહી ચૂક્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વ્યવસાયે બિલ્ડર છે. તેઓ સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી છે અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે.તેઓ દાદા ભગવાન દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી છે. તેમને ક્રિકેટ અને બેડમિન્ટનમાં રસ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96, 1999-2000 અને 2004-2006માં મેમનગર નગરપાલિકાના સભ્ય હતા. તેઓ 1999-2000માં મેમનગર નગરપાલિકાના અધ્યક્ષ હતા.

તેઓ 2008 થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન હતા. તેઓ 2010 થી 2015 સુધી થલતેજ વોર્ડના કાઉન્સિલર રહ્યા. ખાસ કરીને 2015 થી 2017 સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના અધ્યક્ષ હતા. તેમણે AMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

11 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ, વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. જે બાદ ભૂપેન્દ્ર પટેલને 12 સપ્ટેમ્બર 2021ના રોજ ગાંધીનગરમાં મળેલી પાર્ટી વિધાનમંડળની બેઠકમાં ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. તેમણે 13 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 08 ફેબ્રુઆરી, 2022 ના રોજ, તેમણે નવી ગુજરાત IT/ITES નીતિ 2022-2027 લોન્ચ કરી.