ગુજરાતમાં રેશનિંગની દુકાનો પરથી અનાજ વિતરણની તારીખ જાહેર ન કરાતા લોકો મુશ્કેલીમાં

|

Sep 16, 2021 | 7:47 AM

સામાન્ય રીતે દર મહિનાની 1થી 5 તારીખની વચ્ચે અનાજ વિતરણ શરૂ કરાય છે, પરંતુ સપ્ટેમ્બર મહિનાનું અનાજ વિતરણ ક્યારે કરવું તે અંગેની જાહેરાત 15 સપ્ટેમ્બર સુધી પણ નથી કરાઇ 

ગુજરાત(Gujarat) પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગ (Ration Shop) અનાજ વિતરણની તારીખ જાહેર ન કરાતા રેશનિંગ દુકાનદારો અને રેશનકાર્ડ ધારકોની મુશ્કેલી વધી છે.સામાન્ય રીતે દર મહિનાની 1થી 5 તારીખની વચ્ચે અનાજ વિતરણ શરૂ કરાય છે, પરંતુ સપ્ટેમ્બર મહિનાનું અનાજ વિતરણ ક્યારે કરવું તે અંગેની જાહેરાત 15 સપ્ટેમ્બર સુધી નથી કરાઇ

જેના કારણે હજારો રેશનિંગ કાર્ડ ધારકોને અનાજ મેળવવા ધક્કા ખાવા પડી રહ્યા છે.બીજી તરફ સપ્ટેમ્બર મહિનાનો દુકાનમાં પડી રહેલો અનાજનો જથ્થો બગડી જવાની પણ ભીતિ સર્જાઈ છે.આ જોતાં અન્ન પુરવઠા વિભાગ તાત્કાલિક અનાજ વિતરણ કરવાની જાહેરાત કરે તેવી દુકાનદારોની માંગ છે.

ગુજરાતમાં સામાન્ય રીતે રેશનકાર્ડની દુકાન પરથી દર મહિને નિશ્ચિત તારીખે અનાજ વિતરણ કરવામાં આવતું હોય છે. જો કે પૂરવઠા વિભાગ દ્વારા નવા નિયમ મુજબ દર મહિને તારીખ જાહેર કરવામાં આવે છે તે તારીખ દરમ્યાન જ લોકોને અનાજ વિતરણ કરવામાં આવે છે.

જો કે આ  અત્યારે  લગભગ અડધો મહિનો પૂર્ણ થયો હોવા છતાં અનાજ વિતરણની તારીખ જાહેર કરવામાં આવી નથી. જેના લીધે જથ્થો લાવેલ દુકાનદાર અનાજ હોવા છતાં જરૂરિયાત મંદોને તે આપવા માટે અસમર્થ છે. તેમજ જે લોકોને અનાજની જરૂર છે તે  પણ દુકાનો પર ધક્કા ખાઈ રહ્યાં છે.

 

આ પણ  વાંચો : Surat : પીએમ મોદીના જન્મદિને ગ્રાન્ડ ઇવેન્ટ “નમોત્સવ” નું સુરતના આંગણે આયોજન 

આ પણ વાંચો :  વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલના જળસંગ્રહ પ્રોજેકટની સરાહના કરતા અમેરિકી કાઉન્સેલ જનરલ ડેવિડ જે.રેન્ઝ

Published On - 7:30 am, Thu, 16 September 21

Next Video