ક્ષત્રિય સમાજ સામે થયેલા કેસ પરત લેવા મામલે હવે રાજનીતિ થઈ તેજ, હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની ઉઠી માગ

ક્ષત્રિય યુવાઓ સામેના કેસ પરત ખેંચાતા કોળી સમાજ પણ મેદાને આવ્યો છે. પૂર્વ MLA ઋત્વીક મકવાણાએ પણ સમાજ સામે થયેલા કેસ પરત ખેંચવા માગ કરી છે.

| Edited By: | Updated on: Jan 31, 2026 | 9:32 PM

રાજ્યમાં ક્ષત્રિય યુવાઓ સામેના કેસ પરત ખેંચાયા બાદ રાજનીતિ તેજ થઈ છે. પદ્માવતનો વિરોધ કરવા ઉતરેલા યુવાઓએ હિંસક વિરોધ કરતા તેમની સામે કેસ કરવામાં આવ્યા હતા. આ કેસ પરત લેવા માટે સરકાર સમક્ષ ઉત્તર ગુજરાતની 50 કરતા વધુ સામાજિક સંસ્થાઓએ રજૂઆત કરી હતી. જે બાદ તેમની સામે થયેલા તમામ કેસ પરત લેવામાં આવ્યા છે. ત્યારે હવે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને કોળી આગેવાન ઋત્વિક મકવાણા માગ કરી છે કે સરકાર કોળી સમાજ સામે થયેલા કેસ પણ પરત લે. તેમની રજૂઆત છે કે પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાયા ત્યારે પણ અમે આ માંગ કરી હતી, ક્ષત્રિય સમાજના યુવાઓ સામે કેસ પરત ખેંચાયા તેની ખુશી છે, પરંતુ અન્ય સમાજ સાથે કોળી સમાજ પરના કેસો પણ પરત ખેંચો. તેમણે કહયુ LRD આંદોલન, નિરમા સામેના આંદોલનના કેસ પણ પરત ખેંચાવા જોઈએ. વિંછીયામાં કોળી સમાજ પર થયેલા કેસો પરત ખેંચવા ઋત્વિક મકવાણાએ માગ કરી છે.

આપને જણાવી દઈએ કે પદ્માવત ફિલ્મમાં ક્ષત્રિયોનાં ચિત્રણને લઇને થયો હતો ઉગ્ર વિરોધ થયો હતો અને અમદાવાદમાં પણ ક્ષત્રિય યુવાનોના કેટલાક ટોળાએ મોલમાં ફિલ્મ રિલિજ ન થવા મામલે તોડફોડ કરી હતી અને મોલની બહાર વાહનોને આગચંપી પણ કરી હતી. જેને લઈને હિંસક વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતના મહુડી, વિજાપુર પોલીસ સ્ટેશનમાં પણ અનેક કેસ નોંધાયા હતા. આ તમામ કેસ સરકારે પરત ખેંચવા માટે સરકારે તૈયારી બતાવી છે.

આ થયેલા પોલીસ કેસો પાછા ખેંચવા માટે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા , રાજપૂત વિદ્યાસભાના અશ્વિનસિંહ સરવૈયા , કિરપાલસિંહ ચાવડા સહીત એક હજાર કરતા વધુ આગેવાનોએ ધારાસભ્ય સી. જે. ચાવડા સહીત CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી

લાલા…રિસ્ક હૈ તો ઈશ્ક હૈ! એફડી નહીં હવે શેર બજારમાં વધુ રોકાણ કરી રહ્યા છે ભારતીયો- વાંચી લો RBI નો આ રિપોર્ટ