GTU : ગૌ અનુસંધાન યુનિટનું કરાયું લોકાર્પણ, હવે ટેકનોલોજીની મદદથી ખેતી અને ગૌ સંવર્ધનને અપાશે પ્રાથમિકતા

|

Jun 06, 2021 | 4:54 PM

GTU : ગુજરાતની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવી GTUમાં ગૌ અનુસંધાન યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. જેનું લોકાર્પણ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યું હતુ.

GTU : ગૌ અનુસંધાન યુનિટનું કરાયું લોકાર્પણ, હવે ટેકનોલોજીની મદદથી ખેતી અને ગૌ સંવર્ધનને અપાશે પ્રાથમિકતા
GTUમાં ગૌ અનુસંધાન યુનિટનું લોકાર્પણ

Follow us on

GTU :ગુજરાતની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવી GTU (Gujarat Technological University)માં ગૌ અનુસંધાન યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. જેનું લોકાર્પણ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) દ્વારા કરવામાં આવ્યું હતુ.ગૌ અનુસંધાન યુનિટ શરૂ કરનાર GTU રાજ્યની સૌ પ્રથમ યુનિવર્સિટી છે.

ગુજરાતની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવી GTU (Gujarat Technological University)માં ગૌ અનુસંધાન યુનિટની સ્થાપના કરવામાં આવી છે.જેનાથી સ્વદેશી ગાયના સંવર્ધનથી લઈને દૂધ ઉત્પાદન અને તેના તમામ પ્રકારના ઈનોવેશનને વેગ મળશે. કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા “રાષ્ટ્રીય કામધેનુ આયોગનું” ગઠન કરવામાં આવેલું છે. જેનાથી દરેક રાજ્યોમાં ગૌ સંવર્ધનને વેગ મળે તે ઉદ્દેશથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા કામધેનુ ચેરની રચના કરવામાં આવી છે. જેનું લોકાર્પણ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat)દ્વારા કરવામાં આવ્યું હતુ.

ગૌ અનુસંધાન યુનિટ શરૂ કરનાર GTU રાજ્યની સૌ પ્રથમ યુનિવર્સિટી છે.

આ તકે GTUની આ કામગીરીને બિરદાવતા કહ્યું કે, ટેક્નોલોજી (Technology) ની મદદથી ખેતી અને ગૌ સંવર્ધનને પ્રાથમિકતા આપીને, ન માત્ર ભાવનાત્મક પણ વૈજ્ઞાનિક ઢબે પણ GTU – ગૌ દ્વારા કાર્યરત રહીને ગુજરાતમાં ઉદ્યમીતા અને રોજગારની અનેક તકો પૂરી પાડવામાં મદદ થશે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

GTU (Gujarat Technological University)ના ગૌ સંવર્ધન યુનિટ દ્વારા ગૌ-આધારીત વિવિધ ઈનોવેશન અને રીસર્ચ કરી શકાશે. વિવિધ ટેક્નોલોજીની મદદથી સ્વદેશી ગાયના સંવર્ધન થકી તેના દૂધ ઉત્પાદન (Milk production)માં વધારો કરવો, તેમજ ગૌ-મૂત્રનો પણ વૈજ્ઞાનિક ઢબે વિવિધ ઔષધો અને ખેત ઉત્પાદનમાં જતુંનાશક તરીકે ઉપયોગ કરી શકાય તે માટેના પ્રયાસો “જીટીયુ-ગૌ” દ્વારા કરવામાં આવશે.

GTU (Gujarat Technological University) ગૌ દ્વારા ખેડૂતો, પશુપાલકો અને સંશોધકો માટે સમયાંતરે હોર્ટીકલ્ચર (Horticulture)ના વિશેષજ્ઞો દ્વારા તાલીમનું આયોજન પણ કરાશે. મહત્વનું છે કે, આ પ્રકારે ગૌ અનુસંધાન યુનિટ શરૂ કરનાર GTU રાજ્યની સૌ પ્રથમ યુનિવર્સિટી છે.

Published On - 4:52 pm, Sun, 6 June 21

Next Article