Ahmedabad : સરકારની બાંહેધરી બાદ આખરે 13 દિવસે સમેટાઈ FMG ડોક્ટરોની હડતાળ

|

Jun 24, 2022 | 7:59 AM

આરોગ્ય વિભાગના અધિકારીઓ(health Officer) દ્વારા માંગણી સંતોષવાની બાંહેધરી અપાતા FMG ડોક્ટરોએ હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો.

Ahmedabad : સરકારની બાંહેધરી બાદ આખરે 13 દિવસે સમેટાઈ FMG ડોક્ટરોની હડતાળ
FMG doctors end their strike

Follow us on

13 દિવસની હડતાળ બાદ આખરે અમદાવાદ સિવિલમાં(Ahmedabad Civil)  ચાલી રહેલી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ ડોક્ટર(FMG Doctors) એસોસિએશનની હડતાળ સમેટાઈ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ(health Officer) દ્વારા માંગણી સંતોષવા બાંહેધરી અપાતા હડતાળ સમેટવાનો નિર્ણય કરાયો.મહત્વનું છે કે,સ્ટાઇપેન્ડ અને ઈન્ટર્નશિપ મુદ્દે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી સરકારની બાંહેધરી બાદ આખરે તબીબોએ હડતાળ(Strike) સમેટવાનો નિર્ણય લીધો છે.

ડોક્ટરોની હડતાળનો સિલસિલો યથાવત

થોડા દિવસો અગાઉ પડતર માગને લઇ ફરી જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ(Junior Resident Doctors) હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.MSનો અભ્યાસ પૂર્ણ કરેલા બી.જે.મેડીકલ સહિત રાજ્યમાં આવેલી વિવિધ સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલના જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ(Resident Doctors) બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સિમાં ગણવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતુ. ગુજરાતના સરકારી મેડીકલ કોલેજના એક હજારથી વધારે રેસિડેન્ટ ડોક્ટરોએ મેડીકલ સુપરિટેન્ડેન્ટ, ડીન અને પીજી ડાયરેક્ટરને 24 કલાકનનું અલ્ટિમેટમ આપી હડતાળની ચિમકી ઉચ્ચારી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોવિડ સેવાઓથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો

આ મામલે અગાઉ રાજ્યના આરોગ્ય પ્રધાને પણ માંગણીને યોગ્ય ઠેરવી હતી.છતાં સંતોષકારક જવાબ આપવામાં ન આવતા 16 જુને સવારે 9 વાગ્યાથી તમામ સર્વિસ અને રૂટિન કામગીરીથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવવ્યુ હતુ.

Next Article