ગુજરાતના અમદાવાદ, વડોદરા, અરવલ્લી અને કચ્છમાં બની આગની ઘટના, જુઓ Video

|

May 10, 2023 | 9:47 PM

રાજ્યમાં ઠેર ઠેર આગની ઘટના બની જેમાં અમદાવાદમાં આફતની આગ સાથે વડોદરામાં બાળ હોસ્પિટલમાં દોડધામ મચી હતી. બીજી તરફ કચ્છના દવાખાનામાં પણ આગ લાગી હતી. જોકે શામળાજીના જંગલોમાં આગ લાગવાની ઘટના બની હતી.

રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે. રાજ્યમાં આજે વિવિધ ચાર સ્થળોએ આફતની આગ લાગી હતી. સૌથી વિકરાળ આગ અમદાવાદના બાપુનગરમાં લાગી. જ્યાં વિકરાળ આગને લઈને બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો હતો. ફટાકડાંના ગોડાઉનમાં આગને લઈને આસપાસના લોકોના શ્વાસ અધ્ધર થયા હતા. આવી જ સ્થિતિ વડોદરામાં સર્જાઈ હતી. જ્યાં કારેલીબાગમાં ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આગ લાગી હતી. જે આગના ધુમાડાને કારણે હોસ્પિટલમાં ભાગદોડ મચી હતી. આ તરફ કચ્છમાં પણ ભચાઉ દાંતના દવાખાનામાં આગ લાગી હતી. જેથી ફાયરબ્રિગેડ દોડતું થયું.. તો અરવલ્લી જિલ્લામાં શામળાજી મ્યુઝિયમ પાસે જંગલમાં આગ લાગતા બે કાચા મકાનમાં નુકસાન થયું હતું.

આ પણ વાંચો : જુનાગઢ મધ્યસ્થ જેલના હવાલદાર પર હુમલો કરી ફરાર થયેલો આરોપી 17 વર્ષે ઝડપાયો

ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં લાગેલી આગની ઘટનાને લઈ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. કેટલીક ઘટનામાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં ફાયર વિભગા દ્વારા રોબોટ પદ્ધતિ વડે આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરાઇ હતી. તમામ આગની ઘટનામાં આરોગ્ય વિભાગ, પોલીસ તેમજ ફાયરની ટિમ દ્વાર ખડે પગે સેવા આપવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:35 pm, Wed, 10 May 23

Next Video