
છેલ્લા કેટલાક દિવસોથી, બુલેટ ટ્રેન અંગે સોશિયલ મીડિયા પર મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલાક લેખો અને સોશિયલ મીડિયા પોસ્ટમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, રેલવે મંત્રાલયે બુલેટ ટ્રેન અંગે મોટો અને કડક નિર્ણય લીધો છે. પોસ્ટ અનુસાર, હવે જાપાની બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે નહીં.
સરકારે આ દાવાઓને નકારી કાઢ્યા છે. PIB ફેક્ટ ચેકે કહ્યું છે કે બુલેટ ટ્રેન અંગે સોશિયલ મીડિયા પર થઈ રહેલા આ દાવાઓ ગેરમાર્ગે દોરનારા છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
कुछ आर्टिकल्स और सोशल मीडिया पोस्ट्स में दावा किया जा रहा है कि रेल मंत्रालय ने बुलेट ट्रेन को लेकर बड़ा फैसला लिया है – अब मुंबई से अहमदाबाद के बीच जापानी बुलेट ट्रेन नहीं चलेगी#PIBFactCheck
❌ यह दावा भ्रामक है |
✅@RailMinIndia ने इस तरह का कोई निर्णय नहीं लिया है… pic.twitter.com/uAMSDKHv3X
— PIB Fact Check (@PIBFactCheck) July 14, 2025
સરકારે કહ્યું છે કે મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેનનું કામ નિર્ધારિત યોજના મુજબ ચાલી રહ્યું છે. ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની ભાવનામાં, જાપાન સરકારે ભારતમાં આ કોરિડોર માટે આગામી પેઢીની E10 શિંકનસેન ટ્રેનો રજૂ કરવાનો નિર્ણય લીધો છે.
PIB એ વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર 508 કિમી લાંબો કોરિડોર જાપાની શિંકનસેન ટેકનોલોજીથી વિકસાવવામાં આવી રહ્યો છે, જે ગતિ, સલામતી અને વિશ્વસનીયતાના ક્ષેત્રમાં નવા ધોરણો સ્થાપિત કરશે.