સાબરમતી જેલમાં ખંડણીનું નેટવર્ક: 1 જેલર સસ્પેન્ડ તો બીજા જેલરની બદલીનો આદેશ

|

Jan 16, 2020 | 5:49 PM

યુનુસ ગાઝી | અમદાવાદ,  વિશાલ ગોસ્વામી દ્વારા જેલમાં ચલાવવામાં આવતા ખંડણીના નેટવર્કનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો બાદ સફાળા જાગેલા જેલ સત્તાધીશો દ્વારા તપાસ અને કાર્યવાહીના આદેશો જારી કરવામાં આવ્યા છે.  રાજ્યની જેલોના ADG ડૉ. કે એલ એન રાવ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ માટે જેલોના ડીઆઈજી ડૉ. એસ કે ગઢવીના નેતૃત્વ હેઠળ એક તપાસ […]

સાબરમતી જેલમાં ખંડણીનું નેટવર્ક: 1 જેલર સસ્પેન્ડ તો બીજા જેલરની બદલીનો આદેશ
તસવીર પ્રતીકાત્મક છે

Follow us on

યુનુસ ગાઝી | અમદાવાદ,  વિશાલ ગોસ્વામી દ્વારા જેલમાં ચલાવવામાં આવતા ખંડણીના નેટવર્કનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો બાદ સફાળા જાગેલા જેલ સત્તાધીશો દ્વારા તપાસ અને કાર્યવાહીના આદેશો જારી કરવામાં આવ્યા છે.  રાજ્યની જેલોના ADG ડૉ. કે એલ એન રાવ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ માટે જેલોના ડીઆઈજી ડૉ. એસ કે ગઢવીના નેતૃત્વ હેઠળ એક તપાસ ટીમ બનાવી છે.  જેઓએ જેલની સુરક્ષામાં ક્યાં ખામી રહી તથા વિશાલ ગોસ્વામી સુધી મોબાઈલ પહોંચાડવામાં જેલ સ્ટાફના ક્યાં અધિકારીઓની સામેલગીરી કે બેદરકારી રહી તેનો વિગતવાર અહેવાલ માંગ્યો છે.  એટલુંજ નહીં જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સામેં બદલી અને સસ્પેન્ડ થવાની તલવાર લટકી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

 

આ પણ વાંચો :  જો રાજકોટમાં વિરાટે કરી આ 3 ભૂલ તો ઓસ્ટ્રેલિયા સામે ફરી હારી શકે છે ટીમ ઈન્ડિયા!

નવી જેલ અને ઝડતીની જવાબદારી જેના શિરે છે તે જેલર ગ્રુપ 2 હિતેશ વાઘેલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  જ્યારે નવી જેલ અને કાચા કામના કેદીઓ ની જવાબદારી ધરાવતા સિનિયર જેલર બી આર વાઘેલાની તાત્કાલિક અસરથી નવી જેલમાંથી બદલી કરી દેવામાં આવી છે.જેલની સુરક્ષા કડક કરવા માટે અને ગંભીર ગુનાના રીઢા આરોપીઓ પર સખ્તાઈ વધારવા માટે પણ ADG ડૉ. રાવ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. બી આર વાઘેલાની બદલી કરી Dysp અને નાયબ અધિક્ષક ડી વી રાણાને નવી જેલ તથા સુરક્ષાનોં હવાલો સોંપી દેવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જેલોના વડા ડૉ. કે એલ એન રાવે જણાવ્યું કે અમે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી તો કરી જ રહ્યાં છીએ. સાથે જ ક્રાઇમ બ્રાન્ચ જે તપાસ કરી રહી છે તેમાં જેલના સ્ટાફ ,અધિકારીઓની કોઈ ભૂમિકા કે સંડોવણી જણાઈ આવશે તો તેઓની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.  કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને ક્રાઇમ બ્રાન્ચ પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
બીજી તરફ સાબરમતી જેલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મહેશ નાયકે વિશાલ ગોસ્વામીની બેરેક તથા આસપાસની બેરેકની સુરક્ષા સાભળતા જેલ સિપાઈઓની,પાકા કામના કેદીઓ તથા જેલ વોર્ડનની ભૂમિકાની તપાસ શરૂ કરી દીધી છે.  ડૉ. મહેશ નાયકે જણાવ્યું કે વિશાલ ગોસ્વામીને હૃદય કુંજ બેરેકમાં રાખવામાં આવ્યો હતો.  જેને આજથી હાઇસિક્યુરિટી ઝોનમાં સશસ્ત્ર ગાર્ડની નિગરાની હેઠળ મૂકી દેવામાં આવ્યો છે. સાબરમતી જેલમાં અન્ય જે માથાભારે રીઢા ગુનેગારો છે તેઓ પર પણ સખ્તાઈ વધારી દેવામાં આવી છે. કેદીઓની મુલાકાતે આવતા તેમના સંબંધીઓ પર પણ કડક નજર રાખવામાં આવશે. સંબંધીઓના ઓળખના પુરાવા પછી જ નિયમાનુસાર મુલાકાત કરવા દેવામાં આવશે.
Next Article