અમદાવાદમાં નકલીના ખેલે હદ વટાવી ! ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટ ઝડપાઇ, જુઓ Video

|

Sep 29, 2024 | 12:31 PM

તમે રોકડનો વ્યવહાર કરો છો ? તો અમદાવાદની આ ઘટના વિશે એક વાર જાણી લેજો. જેમાં ચલણી નોટ પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો લગાવી સોનું ખરીદવા માટેનું કાવતરું હતું. વેપારીને નકલી નોટના નામે કરોડોનો ચૂનો ચોપડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 500ની બધી ચલણી નોટો પર અનુપમ ખેરનો ફોટો હતો.

અમદાવાદમાં નકલીના ખેલે હદ વટાવી ! ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટ ઝડપાઇ, જુઓ Video

Follow us on

તમે જો પાંચસોની ચલણી નોટ પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનું ચિત્ર જુઓ તો આશ્ચર્ય નહીં પણ આઘાત લાગે. જોકે એવું થયું છે. આમ તો આપણે હવે મોટેભાગે રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. યુપીઆઈ જેવી એપથી પૈસાનો વ્યવહાર ભલે ચાલતો પરંતુ રોકડનું ચલણ પણ કંઈ બંધ નથી થયું. એટલે જ જો કોઈ મોટી રકમની લેવડદેવડ રોકડેથી કરવાની થાય તો શું થઈ શકે છે, એ અમદાવાદની ઘટનામાં જોવા મળ્યું.

2100 ગ્રામ સોના માટે 1.60 કરોડની ડીલ

અમદાવાદના માણેકચોકમાં એક એવી ઘટના બની કે જે જોઈને તમારે હસવું કે રડવું એ નક્કી નહીં કરી શકાય. થયું એવું કે માણેકચોક વિસ્તારમાં મેહૂલ નામના બુલિયનના વેપારી સાથે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે 1.60 કરોડમાં ડિલ થઈ.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

500 ના દરની હતી નકલી નોટો

સોનુ તેમણે સીજી રોડ પર એક આંગડિયા પેઢીની ઓફિસ પર મગાવ્યુ જેની સામે રૂપિયા 500 ની દરની 1.30 કરોડની રકમ પણ આપી અને બાકીના 30 લાખ રૂપિયા ઓફિસેથી જવાનું કહીને બે ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા. વેપારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ 1.30 કરોડની જે રકમ તેમણે ચુકવી હતી એ તમામ 500 ના દરની નોટો નકલી હતી.

એટલું જ નહીં તેના પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો હોવાનું સામે આવ્યું હતું અને સ્ટેટ બેંકના બદલે સ્ટાર્ટ બેંક લખેલા રેપરમાં આ નોટ લપેટાયેલી હતી.

આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ

વેપારી સાથે 1.30 કરોડની ડુપ્લીકેટ નોટો આપી ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી. આ અંગે નવરગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Published On - 12:17 pm, Sun, 29 September 24

Next Article