AHMEDABAD : જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રૂ.1000માં ડ્રાઈવ થ્રુ વેક્સિન, 18 વર્ષથી મોટી ઉમરના લોકો, સ્થળ પર નોંધણી કરાવીને લઈ શકશે રસી

|

May 26, 2021 | 7:05 PM

AHMEDABAD : પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ ધોરણે શરુ થનાર ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે 18 વર્ષથી મોટી ઉમરના લોકોએ અગાઉથી કોઈ જ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહી.

AHMEDABAD : જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રૂ.1000માં ડ્રાઈવ થ્રુ વેક્સિન, 18 વર્ષથી મોટી ઉમરના લોકો, સ્થળ પર નોંધણી કરાવીને લઈ શકશે રસી
જીએમડીસી ખાતે રૂ.1000માં ડ્રાઈવ થ્રુ વેક્સિન, 18 વર્ષથી મોટી ઉમરના લોકો, સ્થળ પર નોંધણી કરાવીને લઈ શકશે રસી

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી હોસ્પિટલના ઉપક્રમે, આવતીકાલ 27મી મેના રોજથી, જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે અગાઉથી નોંધણી કરાવ્યા વિના, રૂપિયા 1000ના દરે કોરોનાની રસી આપવામાં આવશે. સવારે 9થી સાંજના 5 કલાક સુધી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે કોરોનાની રસી આપવામાં આવશે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટ કરવાની પ્રથાને મળેલ સફળતાને પગલે, સામાજીક સંસ્થાના ઉપક્રમે, સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે, 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોનાની વેકિસન આપવાનું શરુ કર્યુ હતું. ત્યાર બાદ અમદાવાદના ડ્રાઈવ ઈન થિયેટરમાં પણ 45 વર્ષથી મોટી ઉમરના લોકો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરાયું હતું.

અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન અને ટેસ્ટીગને મળેલ સફળતાને ધ્યાને લઈને હવે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (ppp) ધોરણે, જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 18 વર્ષથી મોટી ઉમરના લોકોને રૂપિયા 1000માં કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ ધોરણે શરુ થનાર ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે 18 વર્ષથી મોટી ઉમરના લોકોએ અગાઉથી કોઈ જ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહી. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કરાવવા આવો ત્યારે જ નોંધણી કરાવવી પડશે.

Next Article