રામોલમાં ફ્કત 100 મીટરના અંતરે મળ્યા બે મિત્રોના મૃતદેહ, મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની આશંકા

|

May 19, 2022 | 7:58 PM

અમદાવાદના રામોલ વિસ્તારમાં બે મિત્રોની હત્યાની (Murder)ની ઘટના સામે આવી છે. આ હત્યામાં એક મિત્રની લાશ તેના ઘરના ઓરડામાંથી તો બીજા મિત્રની લાશ નજીકના ખેતરમાંથી મળી આવી  હતી

રામોલમાં ફ્કત 100 મીટરના અંતરે મળ્યા બે મિત્રોના મૃતદેહ, મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની આશંકા
Double murder in Ramol
Image Credit source: File Image

Follow us on

અમદાવાદના રામોલ વિસ્તારમાં બે મિત્રોની હત્યાની (Murder)ઘટના સામે આવી હતી. બંને મિત્રોની હત્યા છરી વડે કરવામાં આવી હોવાનું  પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. પોલીસને (Police) બંનેના મૃતદેહ 100 મીટરના અંતરે  અર્ઘનગ્ન હાલતમાં મળી આવ્યા હતા. આ હત્યામાં એક મિત્રની લાશ તેના ઘરના ઓરડામાંથી તો બીજા મિત્રની લાશ નજીકના ખેતરમાંથી (Farm) મળી આવી  હતી. આ ઘટનાને પગલે બંને યુવાનોના પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે રામોલ વિસ્તારની ન્યૂ લક્ષ્મીનારાયણ સોસાયટી અને તિલકનગર વિસ્તારમાંથી અલગ અલગ લાશ મળી આવી હતી. જે પૈકી મૃતક કલ્પેશ હેમાળે ન્યુલક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો હતો અને ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. તેનો મૃતદેહ તેના જ ઘરમાં ધાબા પરથી મળી આવ્યો હતો.

જ્યારે અન્ય એક યુવક રણજીત ગૌતમ મિસ્ત્રી કામના વ્યવસાય સાથે જોડાયેલો હતો. પોલીસે જણાવ્યું હતું કે મૃતક રણજીત તેની માતા સાથે રહે છે તેની માતાના જણાવ્યા પ્રમાણે ગત રાત્રે રણજીત ઘરે મોડો આવ્યો હતો બાદમાં તે પાનના ગલ્લા પર બેસવા ગયો હતો. સવારે જ્યારે રણજીત ઘરમાં ન  જોવા મળતા તેની માતાએ તપાસ શરૂ કરી તો દીકરો મળ્યો ન હતો. આથી તેની માતાએ  રણજીત જ્યાં કામ કરે છે, ત્યાં તપાસ કરાવી હતી, ત્યાંથી પણ રણજીતના કોઈ સમાચાર મળ્યા નહોતા અને થોડા સમય બાદ રણજીતની લાશ મળી આવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કલ્પેશના પરિવારજનોએ જણાવ્યું હતું કે કલ્પેશ ધાબા પર સૂતો હતો, કલ્પેશના માતા જ્યારે ધાબા પર ગયા ત્યારે કલપેશનો મૃતદેહ મળી આવ્યો હતો. સવારના સમયે તિક્ષણ હથિયારના ઘા મારેલી હાલતમાં કલ્પેશનો મૃતદેહ મળી આવ્યો હતો.  સમગ્ર મામલે પોલીસને જાણ કરતા રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ટૂંકા ગાળામાં જ ફક્ત 100 મીટરના અંતરે આવેલા બે- બે મૃતદેહને જોતા પોલીસ પ્રાથમિક તારણ પર પહોંચી હતી કે બંનેની હત્યા એક જ મોડસ ઓપરેન્ટીથી કરવામાં આવી હતી. તેમજ આ બંને યુવકો મિત્રો હતો. બે મૃતદેહ વચ્ચે સામ્યતાઓ મળતા પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. બંને મૃતદેહો અર્ધ નગ્ન હાલતમાં હતા, તપાસમાં બંને મિત્રો હોવાનું સામે આવ્યું, મિત્રો વચ્ચે બે દિવસ પહેલા ઝગડો થયો, અમુક મોબાઈલ વીડિયો પણ પોલીસને મળ્યા હતા. આ પ્રકારના અનેક કારણોને આધારે  પોલીસે શકમંદોની પૂછપરછ શરૂ કરી છે, ત્યારે ટૂંકા ગાળામાં કેસ ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ છે.

Next Article