કોરોના વચ્ચે પ્રકાશના પર્વની ઉજવણી પડશે મોંઘી, ફટાકડાની કિંમતોમાં 25 ટકાનો વધારો

|

Oct 20, 2021 | 11:21 PM

વેપારીઓનું માનીએ તો ચાલુ વર્ષે ફટાકડાની કિંમતમાં 20 થી 25 ટકાનો વધારો નોંધાયો છે.આમ છતા ગતવર્ષ કરતા ચાલુ વર્ષે ઘરાકીમાં 30 થી 40 ટકાનો વધારો નોંધાવાની વેપારીઓને આશા છે.

AHMEDABAD : કોરોનાની દહેશત વચ્ચે પ્રકાશના પર્વની ઉજવણી થશે.જોકે આ દિવાળીમાં નાગરિકોને કોરોના કરતા મોંઘવારી વધુ નડે તો નવાઇ નહીં.સતત વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવો અને માઝા મુકતી મોંઘવારીના કારણે ફટાકડાની કિંમતમાં ધરખમ વધારો નોંધાયો છે. વેપારીઓનું માનીએ તો ચાલુ વર્ષે ફટાકડાની કિંમતમાં 20 થી 25 ટકાનો વધારો નોંધાયો છે.આમ છતા ગતવર્ષ કરતા ચાલુ વર્ષે ઘરાકીમાં 30 થી 40 ટકાનો વધારો નોંધાવાની વેપારીઓને આશા છે.

વેપારીઓ માની રહ્યા છે કે જો સરકાર કર્મચારીઓને બોનસ કે અન્ય આર્થિક ફાયદો આપે તો બજારોમાં ખરીદી નીકળે અને રોનક આવી શકે એટલે કે વેપારીઓની દિવાળી સુધરશે કે કેમ તેનો મદાર સરકાર પર હોવાનો મત વેપારીઓ રજૂ કરી રહ્યા છે.

દિવાળીમાં મીઠાઈ અને ડ્રાયફ્રુટની સાથે સાથે ફટાકડાનું પણ સારું એવું વેચાણ થતું હોય છે. પરંતુ ગયા વર્ષની તુલનામાં ફટાકડાના ભાવમાં પણ 20  થી 25  ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અસર દરેક જગ્યાએ પડી છે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને મોંઘવારી વધવાથી ફટાકડા મોંઘા બન્યા હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.

આ પણ વાંચો : સંકટની ઘડીમાં ઉત્તરાખંડની મદદે આવ્યું હરિયાણા, CM ખટ્ટરે 5 કરોડની મદદની જાહેરાત કરી

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સીટી દ્વારા કથિત ગેરરીતિના કેસમાં યુજીસીની સમિતિએ તપાસ શરૂ કરી

Next Video