Digital India : અમદાવાદમાં આગામી અઠવાડિયાથી ટ્રાફિકનો દંડ થશે કેશલેશ, SMS અને વોટ્સએપથી મળશે રસીદ !

|

Jun 07, 2021 | 1:23 PM

Digital India:  ડિઝિટલ ઈન્ડીયાને પ્રોત્સાહન (Encouragement)આપવા માટે સરકારે ઘણા અભિયાન ચલાવ્યા છે. ત્યારે ડિઝિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ કોર્પરેશન(Ahmedabad Corporation) દ્વારા એક પહેલ કરવામાં આવી છે.

Digital India : અમદાવાદમાં આગામી અઠવાડિયાથી ટ્રાફિકનો દંડ થશે કેશલેશ, SMS અને વોટ્સએપથી મળશે રસીદ !
અમદાવાદ ટ્રાફિક પોલીસ

Follow us on

Digital India:  ડિઝિટલ ઈન્ડીયાને પ્રોત્સાહન (Encouragement)આપવા માટે સરકારે ઘણા અભિયાન ચલાવ્યા છે. ત્યારે ડિઝિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે.

જે અંતર્ગત અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ટ્રાફિકનાં (Traffic Police) નિયમોનું પાલન ન કરનારનો દંડ હવેથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી (Credit and Debit Card) દંડ ભરી શકાશે અને આ માટે ટ્રાફિક પોલીસે ક્રેડિટઅને ડેબિટ કાર્ડથી દંડ લેવા 900 સ્વાઇપમશીન પણ  ખરીદ્યાં છે. ઉપરાંત દંડની રસીદ પણ મોબાઈલનાં મેસેજ અથવા વ્હોટ્સએપથી (whatsapp) મોકલાશે.

આગામી અઠવાડિયાથી અમદાવાદ શહેરનાં ટ્રાફિક પોલીસ કેશલેસ અને પેપરલેસ કામ શરૂ કરશે. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા થતા ભ્રષ્ટાચારને (Corruption)પણ રોકી શકાશે.આ સાથે જ આ બંને ટેકનોલોજીનો (Technology) ઉપયોગ કરનારી અમદાવાદ ટ્રાફિક પોલીસ રાજ્યની પહેલી પોલીસ બનશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ડિજિટલ પેમેન્ટથી થઈ શકશે દંડની ચુકવણી

શહેરનાં ટ્રાફિક પોલીસ અધિકરીનું કહેવું છે કે,”વાહનચાલકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પણ દંડ ભરી શકે એ મુખ્ય હેતુ છે.” અત્યાર સુધી ટ્રાફિક પોલીસ સ્થળ પર જ દંડ વસુલતી હતી. જેમાં કેટલીક વખત દંડ (Penlty) ભરનાર  પાસે પૈસા ન હોવાનું પણ સાંભળવા મળે છે.

જેથી, અમદાવાદ શહેરનાં ટ્રાફિક પોલીસ દ્વારા આ પહેલ કરવામાં આવી છે અને આ માટે સ્થળ પર જ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી દંડ લેવા માટે 900 જેટલાં સ્વાઈપ મશીનો પણ ખરીદવામાં આવ્યા છે.

મેમોની રસીદ થશે પેપરલેસ

હાલ, મોબાઈલની ઈન્સ્ટોલેશન કામગીરી પૂરી થતાં એ સ્વાઈપ મશીનો ટ્રાફિક પોલીસને ફાળવાશે. જે દંડના મેમોની રસીદ પણ પેપરલેસ (Paper less) કરવા ટ્રાફિક પોલીસે શરૂઆતનાં ધોરણે મોબાઈલમાં મેસેજ અથવા વ્હોટ્સએપથી રસીદ મોકલાવનું શરૂ કર્યું છે. હાલ,શહેરનાં એક પોલીસ સ્ટેશનમાં આ કામગીગી શરૂ કરવામાં આવી છે.

જ્યારે શહેરનાં બીજા પોલીસ સ્ટેશનોમાં પણ આગામી દિવસોમાં આ પ્રમાણે કામગીરી શરૂ કરાશે. ઉપરાંત ટ્રાફિક પોલીસ સ્વાઈપ મશીનથી દંડ વસૂલશે અને મેસેજથી દંડ ભર્યાની રસીદ આપશે એ તમામનો ડેટા ટ્રાફિક પોલીસના અધિકારીઓ ઓનલાઈન પણ જોઈ શકશે, જેથી ટ્રાફિક પોલીસ દ્વારા  મેમોમાં તારીખ અને દંડની રકમ કે કોઇપણ પ્રકારનો ફેરફાર કરીને જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેને  રોકી શકાશે.

ટ્રાફિક પોલીસને મળશે દંડ ભરનારની તમામ વિગત

ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને મોબાઈલમાં SMS અથવા વ્હોટ્સએપ દ્વારા મેસેજ કરશે. જેથી, ટ્રાફિક પોલીસના સર્વરમાં (Server) દંડ ભરનારનો મોબાઈલ નંબર, એડ્રેસ અને આધાર કાર્ડ (Identity Card) સહિતની તમામ માહિતી મળશે. ઉપરાંત વાહનચાલક પાસે પણ દંડ ભર્યાની રસીદ મોબાઈલ ફોનના મેસેજમાં જ રહેશે જેથી તે  ભવિષ્યમાં પણ ઉપયોગી બનશે.

 

Next Article