Rath Yatra LIVE : ભક્તજનોએ 144મી રથયાત્રાને ઘરે બેસીને ટીવી નાઈન પર નિહાળી

કોરોના ગાઇડલાઇન અનુસાર, રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચેથી નીકળી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રાને આ વખતે ભક્તોએ ટીવી નાઈન પર નિહાળી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 10:22 AM

144મી ઐતિહાસિક યાત્રા નિજ મંદિર તરફ પરત ફરી છે. કોરોના ગાઇડલાઇન અનુસાર, રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચેથી નીકળી છે. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. ઈતિહાસમાં પ્રથમવાર ભક્તો, ગજરાજ, ભજનમંડળી કે અખાડા વિના રથયાજ્ઞા યોજાશે. રથયાત્રા દરમિયાન ભક્તોના દર્શન કે પૂજા કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.

ભગવાન જગન્નાથની રથયાત્રાને આ વખતે ભક્તોએ ટીવી નાઈન પર નિહાળી હતી. સરકારી ગાઈડ લાઈન પ્રમાણે 8 વિસ્તારમાં કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યો છે જે બાદ ભક્તોએ નાથનાં દર્શન ટીવી નાઈનનાં માધ્યમથી કરી હતી.

નોંધનીય છે કે, રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર સુરક્ષા જવાનોનો તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 34 એસઆરપીની કંપની, નવ સીઆરપીએફની કંપની, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત છે. તો ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને 15 ક્યુઆરટી ટીમ તૈનાત કરાઈ છે. આ ઉપરાંત પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">