17 ગુના આચરી અમદાવાદમાં જમીન ખાલી કરાવવાની સોપારી લેનાર અલ્તાફ બાસીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

|

May 15, 2024 | 8:44 PM

કુખ્યાત અલ્તાફ બાસી લાંબા સમય પછી પોલીસના સકંજામાં આવ્યો છે. ચૂંટણી પૂર્વે અને ચૂંટણી પછી અલ્તાફ બાસીએ ગોમતીપુર તથા આસપાસના વિસ્તારોમાં ધાકધમકીનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. જોકે જમીન ખાલી કરાવવા સોપારી લેનારની હવે ધરપકડ કરવાંઆ આવી છે. 

17 ગુના આચરી અમદાવાદમાં જમીન ખાલી કરાવવાની સોપારી લેનાર અલ્તાફ બાસીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

Follow us on

અમદાવાદના ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાન નજીક ગત 10 મી એ સ્થાનિક રહેવાસીઓ અને કોર્પોરેટર સાથે ઝઘડો અને હુમલો કરી પુનઃ એક વખત વિવાદમાં આવેલ કુખ્યાત અને માથાભારે અલ્તાફ બાસી ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
અમદાવાદ ના ગોમોતીપુર વિસ્તારમાં ચારતોડા કબ્રસ્તાન નજીક માથાભારે અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા કુખ્યાત અલ્તાફ બાસી તેના ભત્રીજા, ભાણા સહિત ના સંબંધીઓ અને સાગરીતો સાથે ગત 10 મીએ આતંક મચાવી ભયનો માહોલ સર્જી દીધો હતો.

ઘરોમાં રહેલા મહિલા બાળકોએ ભયના માર્યા બુમાબુમ કરી મૂકી હતી, ગોમતીપુરના સ્થાનિક કોર્પોરેટર રૂખસાનાબેન ઘાંચીએ જ્યારે આ મામલામાં ઝંપલાવ્યુંતો તેઓ પર પણ હુમલો કરી દીધો.

મારકૂટ અને તોડફોડ કરી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંઘલે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે ચારતોડા કબ્રસ્તાન નજીકની કિંમતી જમીન ખાલી કરવા માટે અલ્તાફ બાસી એ મોટી રકમની સોપારી લીધી હતી, આ જગ્યા પર ઘરો બાંધીને રહેતા લોકોના ઘરમાં ઘુસી મારકૂટ અને તોડફોડ કરી હતી, આ સમગ્ર મામલે ગોમોતીપુર પોલીસ મથકે અલ્તાફ તથા તેના સાગરીતો વિરુદ્ધ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

અમદાવાદ પોલીસ ગંભીર બની

અલ્તાફ બાસીએ ચારતોડા કબ્રસ્તાન નજીકના લોકો અને ગોમતીપુર કોર્પોરેટર સાથે કરેલ માથાકૂટના વ્યાપક પડઘા પડ્યા હતા, ધારાસભ્યો સહિત કોંગ્રેસના સિનિયર નેતાઓએ આ મામલે ઝંપલાવતા અમદાવાદ પોલીસ ગંભીર બની હતી, વિવાદ વધુ વકરે અને પોલીસ પર માછલાં ધોવાય તે પૂર્વજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફને દબોચી લીધો હતો.

સુરત નજીક ટ્રેસ કરી આરોપી ઝડપાયો

Jcp શરદ સિંઘલે જણાવ્યું કે પોલીસ કમિશ્નર ના આદેશથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટિમો અલ્તાફ બાસીનું પગેરું મેળવવા પ્રયત્નશીલ બની હતી, દરમ્યાન માહિતી મળી કે તે મુંબઈ ભાગવાની ફિરાક માં છે, ક્રાઇમ બ્રાન્ચે તેને સુરત નજીક ટ્રેસ કર્યો અને ઝડપી પાડ્યો
અલ્તાફ બાસી આમ તો સામાન્ય ટપોરી હતો, પરંતુ સમય જતાં તેને ચોક્કસ પોલીસ અધિકારીઓ, અને રાજકીય નેતાઓનું પડદા પાછળ સમર્થન મળતું ગયું અને ત્યાર બાદ તે બાપુનગર, રખિયાલ ગોમતીપુર તથા આસપાસના વિસ્તારોમાં ધાકધમકી, દાદાગીરી અને ભયનું સામ્રાજ્ય સર્જતો રહ્યો, તેની વિરુદ્ધ 17 ગુનાઓ અત્યાર સુધી દાખલ થઈ ચૂક્યા છે, હત્યાના ગુનામાં હાલ તે જામીન મુક્ત છે.

સોપારી આપનારની તપાસ

વિવાદ વધુ વકરે તે પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શાણપણ દર્શાવી અલ્તાફ બાસીને તો ઝડપી પાડ્યો છે, પરંતુ તેને સોપારી આપનાર અને પીઠબળ પૂરું પાડનાર એ મોટા માથાઓ ના ગાળા માં અમદાવાદ પોલીસ કાયદા નો સકંજો કસશે કે કેમ તે આવનાર સમય બતાવશે.

Published On - 8:37 pm, Wed, 15 May 24

Next Article