Congress President Election: કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી, ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં કોંગ્રેસના 408 હોદ્દેદાર કરશે મતદાન

|

Oct 17, 2022 | 11:21 AM

24 વર્ષ બાદ થઇ રહેલ ચૂંટણીમાં દેશભરમાંથી કોંગ્રેસના (Congress) 9800 હોદ્દેદારો મતદાન કરવાના છે. છેલ્લે 1998માં સોનિયા ગાંધી અને જીતેન્દ્ર પ્રસાદ વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં મતદાન થયુ હતુ. બીજી તરફ ચૂંટણીના એક દિવસ પહેલા મતદાન પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

Congress President Election: કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી, ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં કોંગ્રેસના 408 હોદ્દેદાર કરશે મતદાન
કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેનું મતદાન
Image Credit source: TV9 GFX

Follow us on

કોંગ્રેસ (Congress) પાર્ટીને 22 વર્ષ બાદ તેનો બિન-ગાંધી અધ્યક્ષ મળવા જઈ રહ્યો છે. આ માટે સોમવારે યોજાનાર મતદાનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશભરમાં 40 કેન્દ્રો પર 68 બૂથ બનાવવામાં આવ્યા છે. જ્યાં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (State Congress Committee) ના 9,000 થી વધુ પ્રતિનિધિઓ ગુપ્ત મતદાન દ્વારા પક્ષના નવા અધ્યક્ષની પસંદગી કરશે. જેમાં ગુજરાત કોંગ્રેસના 408 હોદ્દેદારો મતદાન કરવાના છે. ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે આ મતદાન યોજાવાનું છે. કોંગ્રેસના સભ્યો બેલેટ પેપરથી મતદાન કરશે.

બેલેટ પેપરથી થશે મતદાન

કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રમુખ પદ માટે ચૂંટણી થઈ રહી છે. જેની મતગણતરી 19 ઓક્ટોબરે થવાની. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર મેદાનમાં છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં સવારે 10થી સાંજે 4 સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે. ગુજરાતમાં ચૂંટાયેલ કુલ 408 પ્રતિનિધિઓ, AICC-PCC ડેલિગેટ્સ મતદાન કરવાના છે. કોંગ્રેસના સભ્યો બેલેટ પેપરથી મતદાન કરવાના છે. મતદાન કોણે કર્યુ એ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ખડગે અને થરુરે નીમેલા એજન્ટના નામ

આ ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતમાંથી 4 લોકોને પોતાના એજન્ટ નીમ્યા છે. બાલુભાઈ પટેલ, ખુર્શીદ સૈયદ, બિમલ શાહ અને સંજય અમારાણી ખડગેના ચૂંટણી એજન્ટ નીમ્યા છે. તો શશી થરૂરે ગુજરાતમાં 5 લોકોને પોતાના પોલિંગ એજન્ટ નીમ્યા છે. શશી થરૂરે 2 મહિલા અને 3 પુરુષ એજન્ટની પસંદગી કરી છે. જેમાં ચેતના પંડ્યા, ધરમ આંબલીયા, નિકુલ પટેલ, પરિશા જૈન અને પ્રેમકુમાર કટારીયાનો સમાવેશ થાય છે.

24 વર્ષ બાદ થઇ રહેલ ચૂંટણીમાં દેશભરમાંથી કોંગ્રેસના 9800 હોદ્દેદારો મતદાન કરવાના છે. છેલ્લે 1998માં સોનિયા ગાંધી અને જીતેન્દ્ર પ્રસાદ વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં મતદાન થયુ હતુ. બીજી તરફ ચૂંટણીના એક દિવસ પહેલા મતદાન પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પ્રતિનિધિએ મતદાન કરતી વખતે 1 ને બદલે A પર ટિક કરવાનું રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીના એક દિવસ પહેલા રવિવારે આ ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, શશિ થરૂરની ટીમે ઉમેદવારના નામની આગળ 1 લખવાનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે તેનાથી ભ્રમ પેદા થઈ શકે છે, ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળે તેમાં ફેરફાર કર્યો અને મતદારોને પસંદગીના નામની સામે ટિક માર્ક લગાવવા કહ્યું.

(વિત ઇનપુટ-નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ)

Next Article