Gujarat ના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિરો ગુંજી ઉઠયા

Gujarat ના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિરો ગુંજી ઉઠયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 12:46 AM

દ્વારકા, ડાકોર સહિતના કૃષ્ણ મંદિરમાં ભક્તોએ જન્મોત્સવ વધાવી લીધો હતો. ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવની ભાવ વિભોર થઈને ઉજવણી કરી હતી.

ગુજરાતમાં અનેક મંદિરોમાં 12 વાગેના ટકોરે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના દ્વારકા, ડાકોરના મંદિરમાં નંદ ઘેર આનંદ ભયોનો નાદ ગુંજી ઉઠ્યો હતો. જેમાં રાજ્યમાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના કૃષ્ણ મંદિરમાં ભક્તોએ જન્મોત્સવ વધાવી લીધો હતો. જેમાં ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવની ભાવ વિભોર થઈને ઉજવણી કરી હતી.

જેમાં મોટાભાગના મંદિરોમાં જન્મોત્સવ બાદની વિધિ પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ભગવાનના દર્શન માટે ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે. જેમાં રાજ્યમાં પ્રસિદ્ધ  કૃષ્ણ મંદિર દ્વારકા , ડાકોર અને શામળાજીમાં  ભકતોની ભારે ભીડ જોવા મળી છે. તેમજ આ ઉપરાંત રાજ્યના   સુરત, રાજકોટ , વડોદરા  અને  અમદાવાદ સહિતના શહેરો માં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ  પૂર્વક ઉજવણી કરવામાં આવી છે.

આ દરમ્યાન ગુજરાતના ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાનના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.

આ પૂર્વે મોડી સાંજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદના ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા. તેમજ જન્માષ્ટમી નિમિતે દર્શન કરી આરતી કરી હતી.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે તેમણે જન્માષ્ટમી નિમિતે ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા તેમજ પ્રભુપાદજીની જન્મ જયંતિ આવી રહી છે. ત્યારે પ્રભુપાદજીની જન્મ જયંતિ નિમિતે વડાપ્રધાન ચલણી સિક્કાનું લોકાર્પણ કરશે. તેમજ તેમણે આજે ભગવાન સમક્ષ બે પ્રાર્થના કરી હતી. જેમાં દેશ અને રાજ્યમાં સારો વરસાદ પડે અને કોરોનાની મહામારી નાબુદ થાય

આ પણ વાંચો : જાણો દ્વારકાધીશ મંદિર પર કેમ લહેરાય છે બાવન ગજની ધજા

આ પણ વાંચો :  કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જેલોના કેદીઓને મળી મોટી રાહત, સજામાં આટલા દિવસનો કરાશે ઘટાડો, જાણો તમામ વિગતો

Published on: Aug 31, 2021 12:46 AM
g clip-path="url(#clip0_868_265)">