
અમદાવાદ માં ઓનર કિલિંગ ચકચારી ધટના સામે આવી. પિતા અને ભાઈ એ મળીને યુવતીની કરી હત્યા. ચાલુ બાઈક પર હથોડી મારી ને નિર્મમ હત્યા કરી ધટના ને અકસ્માતમાં ખપાવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ઓનર કિલિંગ નો ભેદ ઉકલ્યો.
આરોપી મોહમ્મદ ફારુક ખાન અને મોહમ્મદ હાબીલ ખાનની ઓનર કિલિંગ કેસમાં ધરપકડ કરાઈ છે. આ બન્ને હત્યારા પિતા પુત્રએ સગી બહેન સોફિયા ખાન ની હત્યા કરીને અકસ્માતમાં ખપાવી દીધી હતી. પણ ટ્રાફિક પોલીસે સીસીટીવી ના આધારે તપાસ કરીને અકસ્માત નહી પણ ઓનર કિલિંગ હોવાનું તપાસમાં ખુલ્યું.
સમગ્ર ઘટનાની વાત કર્યે તો 12 ઓગસ્ટ ના રોજ રાત્રે 11 વાગ્યે એમ ટ્રાફિક પોલીસ સરખેજ ઘેલજીપુરા પાસે અકસ્માત માં એક યુવતીના મોત નો મેસેજ મળ્યો હતો. જ્યાં પોલીસે અકસ્માત અજાણ્યા વાહન ના ટક્કરથી મોત થયા હોવાનું મૃતક સોફિયાના ભાઈ મોહમ્મદ હાબીલે ફરિયાદ આપી હતી.
જ્યાં ટ્રાફિક પોલીસે તપાસ કરતા સીસીટીવી માં અકસ્માત સમયે બાઈક જાતે પાડી દેવામાં આવે છે અને એક વ્યક્તિ ભાગતા દેખાય છે. જે બાદ પોલીસે પિતા પુત્રની ઉલટ તપાસ કરી જ્યાં આરોપી હાબીલ ખાન અકસ્માત સમય ચોક્કસ બોલી શકતો ન હતો. તેની તપાસમાં વિસંગતા નજરે પડી હતી અને તપાસ દરમિયાન પોલીસ સમક્ષ ભાંગી પડ્યા હતા અને બન્ને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
પકડાયેલ આરોપી મોહમ્મદ હાબીલ ખાનએ તેની નાની બહેન સોફિયાની હત્યા કરવા માટે આરોપી પિતા મોહમ્મદ ફારૂક ખાન સાથે મળીને ઘરે પ્લાન ઘડ્યો હતો. જે મુજબ બહેન સોફિયા બોપલની નિકી હોસ્પિટલ રિસેપ્શન પર નોકરી કરતી હતી. 12 ઓગસ્ટના રોજ રાત્રિના 8 વાગ્યે પિતા ફારુક અને પુત્ર હાબીલ ખાન બાઈક પર સોફિયા ને નોકરી પર લેવા ગયા હતા. જ્યાં પિતા બાઈક ચલાવતા હતા અને પાછળ ભાઈ હાબિલ ને વચ્ચે સોફિયા ને બેસાડીને સરખેજ નજીક ઘેલજીપુરા ગામના કાચા રસ્તા પર અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા.
ત્યાં ચાલુ બાઈક પર આરોપી ભાઈ મોહમ્મદ હાબીલ ખાને નાની બહેન સોફિયા ને માથાના ભાગે લોખંડની હથોડી ત્રણેક ધા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે આરોપી પિતા પુત્રએ ઘેલજીપુરા પાસે એક રોડ પર એક પાળી પર સોફિયા માથું અથડાવ્યું હોય તે સુવડાવી દીધી અને આરોપી હાબીલ ખાન પોતાના બાઇક નું જાતે નુકશાન કર્યું અને પોતે પણ રોડની પાળી સાથે હાથ ધસીને બેભાન થઈ ગયો હતો. જોકે આરોપી પિતા ફારુક ત્યાંથી જતા રહ્યા હતા. જેથી અકસ્માત થયું હોવાનું નાટક રચીને અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી.
બાદ માં ટ્રાફિક પોલીસ તપાસમાં અકસ્માત નહી પણ હત્યાનો ખુલાસો થયો..પોલીસે ઓનર કિલિંગ માં હત્યાનો ગુનો નોધી પિતા પુત્રની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પિતા પુત્ર મૂળ યુપીના અને ફતેવાડી સરખેજના રહેવાસી છે. જે ફેબ્રીકેશનનો કામકાજ કરે છે. તેથી હત્યા માં ઉપયોગ કરેલ હથોડી તેમની પાસે હતી.
ત્યારે મૃતક સોફિયા અન્ય યુવકો સાથે ફરતી હોવાનો વીડિયો આરોપી પિતા ફારુક ના ધ્યાન પર આવ્યું હતું જે બાદ સોફિયા ને ઠપકો આપીને સુધરી જવાનું કહ્યું હતું. જે બાદ પણ સોફિયા કોઈ બદલાવ ન આવતા આરોપીના સમાજમાં બદનામ થવાના ડર હતો જેથી મોટા ભાઈ હાબિલ બહેન ની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.
મહત્વ નું છે કે મૃતક સોફિયાના લીધે તેની મોટી બહેનના લગ્ન ન થતા હોવાનું આરોપી કહી રહ્યા છે. હાલ પોલીસે હત્યા કરવા પાછળનું અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન