Breaking News : હાટકેશ્વર બ્રિજના 2 આરોપીઓએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ, 9 આરોપીઓ સામે નોંધાઈ હતી ફરિયાદ
Breaking News : અમદાવાદનો સૌથી વિવાદીત અને ચર્ચાસ્પદ એવા હાટકેશ્વર બ્રિજના 2 આરોપીઓએ આખરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.
અમદાવાદનો સૌથી વિવાદીત અને ચર્ચાસ્પદ એવા હાટકેશ્વર બ્રિજના 2 આરોપીઓએ આખરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. બ્રિજના ભ્રષ્ટાચારી આરોપી એવા અજય ઇન્ફ્રાસ્ટક્ચરના ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલે ખોખરા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
મહત્વપૂર્ણ છે કે બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે 9 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાંથી કેટલાક આરોપીઓએ ધરપકડથી બચવા માટે કોર્ટનું શરણ લીધુ હતું.
આ પણ વાંચો : Ahmedabad: શહેરના નહેરુ નગર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી, જુઓ Video
હાઇકોર્ટે જામીન અરજી ફગાવતા આરોપીઓ સુપ્રીમ કોર્ટ સુધી લાંબા થયા હતા.જોકે સુપ્રીમ કોર્ટે પણ આરોપીઓના આગોતરા જામીન અરજી ફગાવી દેતા આખરે બંને આરોપીઓએ ખોખરા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ખોખરા પોલીસ બંને આરોપીઓને મેડિકલ ટેસ્ટ કરાવશે, અને ત્યારબાદ પોલીસ ચોપડે બંને આરોપીઓની ધરપકડ બતાવશે.
શું હતી સમગ્ર ઘટના
સમગ્ર મામલા પર નજર કરીએ તો વર્ષ 2015માં હાટકેશ્વર બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 40 કરોડના ખર્ચે 30 નવેમ્બર 2017ના રોજ બ્રિજને પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે નબળી કામગીરી અને કૌભાંડની વ્યાપક ફરિયાદને પગલે 5 વર્ષમાં 5 વાર બ્રિજનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી હતી.
આપને જણાવી દઇએ બ્રિજનું કામ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા. પ્રા.લિ. દ્વારા કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા 50 વર્ષ સુધી બ્રિજને કઇ ન થવાનો દાવો કરાયો હતો. જોકે સતત ગાબડા પડતા આખરે 2022માં બ્રિજને સંપૂર્ણ પણે બંધ કરી દેવાયો હતો. તપાસ કરતા બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટેરિયલ વાપરવામાં આવ્યુ હોવાનો ખુલાસો થયો હતો. અને આખરે સુરક્ષાના કારણોસર ચાલુ મહિને જ AMCએ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કર્યો હતો.
9 આરોપીઓ સામે નોંધાઈ હતી ફરિયાદ
ભ્રષ્ટાચારની તપાસમાં કોર્પોરેશનના 4 સહિત 9 લોકો સામે ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીઓએ ધરપકડથી બચવા માટે કોર્ટનું શરણ લીધું હતું. જોકે કોર્ટે પણ આગોતરા જામીન ફગાવતા આખરે બંને આરોપીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો