AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રેઇન ટ્યુમર થતા કલેકટર બનવાની ઈચ્છા અધુરી રહી, પણ અમદાવાદ જિલ્લા કલેકટરે ફ્લોરાની ઈચ્છા પૂર્ણ કરી

Collector Flora Asodia : ગાંધીનગરની બ્રેઇન ટ્યુમર પીડિત ફ્લોરા આસોડિયાનું કલેકટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થયું. કલેકટર બન્યા બાદ ફ્લોરાએ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કર્યા.

બ્રેઇન ટ્યુમર થતા કલેકટર બનવાની ઈચ્છા અધુરી રહી, પણ અમદાવાદ જિલ્લા કલેકટરે ફ્લોરાની ઈચ્છા પૂર્ણ કરી
brain tumor sufferer Flora Asodia from Gandhinagar has fulfilled her dream of becoming a collector
Pratik jadav
| Edited By: | Updated on: Sep 18, 2021 | 4:28 PM
Share

AHMEDABAD : જિલ્લા કલેકટરની ખુરશી પર બેઠેલી આ છે ફ્લોરા અપૂર્વભાઈ આસોડિયા (Flora Asodia), જે ગાંધીનગર સરગાસણની વતની છે. નાનપણથી જ ફ્લોરા ભણવામાં ખૂબ હોશિયાર હતી, જેને કારણે તેને IAS બનવું હતું. પણ 7 મહિના પહેલા જ તેને બ્રેઇન ટ્યુમર હોવાનું જાણવા મળતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ. એક તરફ ફ્લોરાની સારવાર ચાલી રહી હતી તો બીજી તરફ ફ્લોરાની ઈચ્છા કેવી રીતે પુરી કરવી તેનું ટેંશન. જો કે મેક અ વિશ નામની NGOએ ફ્લોરાની ઈચ્છા પૂરી કરવાનું બીડું ઝડપ્યું. મેક અ વિશ NGOએ અમદાવાદ જિલ્લા કલેકટરને ફ્લોરાની ઈચ્છા વિશે જાણ કરી અને જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ એકપણ ક્ષણ વિચાર કર્યા વિના કહી દીધું કે હું ફ્લોરાને એક દિવસ માટે કલેકટર બનાવીશ.

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે (Ahmedabad District Collector Sandeep Sagle)ના આ નિર્ણયથી ફ્લોરા અને તેના પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું અને ફ્લોરા માટે ખાસ ડ્રેસ તૈયાર કરાવવામાં આવ્યો. 18 સપ્ટેમ્બર શનિવારે ફ્લોરના ઘરે કલેકટરની કાર પહોંચી અને ફ્લોરાને લઈને કલેકટર ઓફીસ લાવવામાં આવી, જ્યાં જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ તેનું બુકેથી સ્વાગત કર્યું અને કલેકટરનો ચાર્જ સોંપ્યો.બ્રેઇન ટ્યુમરના કારણે ફ્લોરા અર્ધબેભાન હતી જેને કારણે તેનું શરીર ફ્લોરાનો સાથ નહોતું આપી રહ્યું. કલેકટર બન્યા બાદ ફ્લોરા (Collector Flora Asodia)એ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કર્યા.

અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા ફ્લોરા પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવીને કલેકટરની ચેમ્બરમાં જ ફ્લોરાના જન્મદિવસની ઉજવણી કરી અને ફ્લોરાને ટેબ્લેટ ગિફ્ટમાં આપ્યું. સાથે જ અમદાવાદ કલેકટર ઓફિસના અધિકારીઓએ ફ્લોરાને અન્ય ગિફ્ટ પણ આપી.સાથે જ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ ફ્લોરા જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી. brain tumor sufferer Flora Asodia from Gandhinagar has fulfilled her dream of becoming a collector (1)

ફ્લોરા આસોડિયા નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી અને તેના નાના ભાઈને પણ ભણાવવામાં મદદરૂપ થતી હતી. ફ્લોરા ભણવા પ્રત્યે ખૂબ જ ગંભીર હતી એટલે જ જ્યારે પણ તેના નાના ભાઈના પરીક્ષામાં માર્ક્સ ઓછા આવતા ત્યારે તે પણ રડી પડતી હતી. 7 મહિના પહેલા જ જ્યારે તેના પરિવારને ફ્લોરા ની બીમારી પ્રત્યે જાણ થઈ ત્યારે તેના માતા-પિતાએ ફ્લોરની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા અને બનતી તમામ સેવા કરવાનો નિર્ધાર કર્યો. આ જ કારણથી તેના પિતા અપૂર્વ આસોડિયાએ પણ તેમનો ધંધો બંધ કરીને ફ્લોરાની સેવા કરવાનું શરૂ કરી દીધું.

મેક અ વિશ નામની NGO છેલ્લા કેટલાય વર્ષથી ભારત સહિત વિશ્વભરના દેશોમાં કાર્યરત છે, જેણે અત્યાર સુધીમાં ફ્લોરા જેવા અનેક દર્દીઓની ઈચ્છા પૂરી કરી છે. આ NGO દ્વારા ફક્ત અમદાવાદમાં જ 7800 બાળકો જે ગંભીર પ્રકારની બીમારીથી પીડાઈ રહ્યા છે તેમની ઈચ્છાઓ પૂરી કરવામાં આવી છે. ગંભીર પ્રકારની બીમારીથી પીડાતા બાળકો મુખ્યત્વે કઈક બનવાની, મોંઘી ચીજવસ્તુઓ મેળવવાની તેમજ નામાંકિત હસ્તીઓને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે અને આ સંસ્થા દ્વારા આવા બાળકોની ઈચ્છા વિનામૂલ્યે પૂર્ણ કરવામાં આવે છે.

અમદાવાદના જિલ્લા કલેકટર સંદીપ સાગલે સંવેદનશીલ છે અને અગાઉ પણ તેમણે પોતાના સ્વભાવ પ્રમાણે અનેક જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરી છે અને આજે બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરાનું કલેકટર બનવાની ઈચ્છા પૂર્ણ કરીને જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">