અમદાવાદ ઍરપોર્ટ પરથી પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર, પાકિસ્તાની આકા અબુના ઈશારે કરતા હતા કામ

|

May 20, 2024 | 6:55 PM

અમદાવાદ ઍરપોર્ટ પરથી પકડાયેલા ISISના ચાર આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો થયો છે. આ ચારેય આતંકવાદીઓની સુસાઈડ બોમ્બર બનવા સુધીની તૈયારી હતી અને આ ચારેય પાસેથી સ્ટારની નિશાનીવાળી ત્રણ પિસ્ટલ મળી આવી છે. આ ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાત ATSએ અમદાવાદ ઍરપોર્ટ પરથી ISISના મૂળ શ્રીલંકન એવા ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. આ ચારેય આતંકીઓને પકડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. છેલ્લા ઘણા સમયથી ઍરપોર્ટ પર એટીએસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીઓના ઈનપુટ્સને આધારે એટીએસ એલર્ટ મોડમાં હતુ. આ આતંકવાદીઓ થોડા દિવસોથી ગુજરાતમાં જ હતા, આ દરમિયાન તેમની કોણે કોણે મદદગારી કરી હતી તે દિશામાં હાલતમાં તપાસ ચાલી રહી છે.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના જણાવ્યા મુજબ આતંકીઓ ક્યારે અને કેવી રીતે આવવાના છે તેની માહિતી મેળવવા ગુજરાત ATSએ શ્રીલંકા સુધી તપાસ લંબાવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ચારેય આતંકીઓ એકસાથે ફ્લાઇટ દ્વારા ચૈન્નઇ અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. ઇનપૂટ આધારે વોચ ગોઠવીને ATSએ ચારેય આતંકીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી બે મોબાઈલ ફોન, ચારેયના પાસપોર્ટ, શ્રીલંકાની અને ઈન્ડિયાની કરન્સી મળી આવી છે. તેમની સુટકેસમાંથી એક ISISનો ઝંડો પણ મળી આવ્યો છે.

પાકિસ્તાનના અબુ બકર નામના વ્યક્તિના સંપર્કમાં હતા આતંકીઓ

આતંકીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ કે આ ચાર લોકો ફેબ્રુઆરી 2024માં અબુ નામનો એક વ્યક્તિ જે મૂળ શ્રીલંકાનો છે અને પાકિસ્તાનમાં રહે છે અને ISISનો લીડર છે, તેની સાથે સંપર્કમાં હતા. ત્યારથી લઈને અત્યાર સુધી તેની સાથે ઓનલાઈન અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં હતા. સંપૂર્ણપણે ISISની આઈડિયોલોજીથી પ્રેરિત હતા અને કટ્ટરવાદી માનસિક્તા ધરાવતા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અબુ બકરે શ્રીલંકન કરન્સીમાં આતંકીઓને આપ્યા હતા 4 લાખ રૂપિયા

પાકિસ્તાનના રહેવાસી અબુએ આ ચારેય પાસે ભારતમાં કોઈપણ જગ્યાએ આતંકી કૃત્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જેના માટે આ ચારેય આતંકીઓ સહમત પણ થયા હતા. એટલીહદે આ ચારેય તેની વાતમાં આવી ગયા હતા કે સુસાઈડ બોમ્બર બનવા સુધીની તેમની તૈયારી હતી. આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાનમાં બેસેલો તેમનો આકા અબુએ તેમને શ્રીલંકન કરન્સીમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા.

આતંકીઓના ફોનમાં અમદાવાદના નાના ચિલોડાનું લોકેશન્સ મળ્યુ

તેમની પાસેથી રિકવર કરાયેલા બે મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ અને વીડિયો મળ્યા છે. જેના પરથી એ સાબિત થાય છે કે તેઓ આઈએસઆઈએસના સક્રિય સભ્યો બની ગયા હતા અને તેમની આઈડિયોલોજીમાં માનતા થઈ ગયા હતા. મોબાઈલની ગેલેરીમાંથી અમુક ફોટોગ્રાફ્સ અને લોકેશન્સ મળી આવ્યા છે. જે અમદાવાદ નજીકના નાના ચીલોડા ગામના છે. આ અંગે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે એમના પાકિસ્તાની આકાએ આતંકી કૃત્યને અંજામ આપવા માટે હથિયારો રાખીને એક જગ્યાએ મુકી રાખવા જણાવ્યુ હતુ. આ હથિયારો બાંધેલા પોટલાના ફોટોગ્રાફ્સ અને કઈ જગ્યા છે તેના લોકેશનના ફોટોગ્રાફ્સ મોબાઈલ ફોનમાંથી મળી આવ્યા છે.

પાકિસ્તાનની બનાવટની ત્રણ સ્ટારની નિશાનીવાળી પિસ્ટલ મળી આવી

જેથી રાતોરાત નિયમ મુજબ એટીએસના અધિકારીઓએ એ લોકેશન પર પહોંચ્યા હતા. જ્યાં આતંકીઓના મોબાઈલમાં જે મુજબના ફોટોગ્રાફ્સ હતા તે મુજબ જ વસ્તુઓ મળી આવી હતી. જે વસ્તુઓની ચકાસણી કરતા તેમાંથી ત્રણ પિસ્ટલ મળી આવી છે. આ પિસ્ટલના બટ ઉપર સ્ટાર કરેલો છે. જે મોટાભાગે પાકિસ્તાની વેપન્સ બનાવતા લોકો આ પ્રકારની નિશાની રાખતા હોય છે. એ પિસ્ટલનો નંબર અને મેપ ભૂસી નાખ્યો છે.

રાજ્ય પોલીસ વડાનો દાવો છે કે અત્યાર સુધીની તપાસમાં એ નથી જાણી શકાયું કે આતંકી કયા પ્રકારનો અને કઇ જગ્યાએ હુમલાને અંજામ આપવાના હતા. હાલ ગુજરાત ATSની ટીમે એ જાણવા પૂછપરછનો દૌર શરૂ કર્યો છે. શક્ય છે તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઇ શકે.

આ પણ વાંચો: નરાધમ પુત્રનુ કારસ્તાન, માતાએ 500 રૂપિયા આપવાની ના પાડતા સળગાવી દીધુ ઘર, માતાપિતાને પણ જીવતા સળગાવી દેવાની આપી ધમકી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:34 pm, Mon, 20 May 24

Next Article