અમદાવાદમાં બુટલેગર દ્વારા ASIની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રની રાજસ્થાનથી ધરપકડ, કાર ડ્રાઈવર સહિત 4 આરોપીને દબોચ્યા

|

Jan 25, 2024 | 9:18 PM

અમદાવાદના કણભા ગામ પાસેથી દેશી દારૂ ભરેલી કારને રોકવામાં આવતા બુટલેગરે અગાઉ આપેલી સૂચના મુજબ ડ્રાઈવરે પોલીસ પર વેન પર હુમલો કરી કાર ભગાવી હતી. હુમલાની આ ઘટનામાં એક એએસઆઈનું મોત થયુ હતુ. હત્યાના આ કેસમાં કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમા મુખ્ય આરોપી ભૂપીને SMCએ રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.

અમદાવાદમાં બુટલેગર દ્વારા ASIની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રની રાજસ્થાનથી ધરપકડ, કાર ડ્રાઈવર સહિત 4 આરોપીને દબોચ્યા

Follow us on

અમદાવાદ જિલ્લાના કણભા પાસે દેશી દારૂ ભરેલી કારને પોલીસે રોકતા બુટલેગરની કારે પોલીસની કારને ટક્કર મારવાનો બનાવ બન્યો હતો. જેમાં કણભા પોલીસ મથકના એએસઆઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે અલગ અલગ ટીમો બનાવી બુટલેગર અને કાર ચાલકને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં અત્યાર સુધીમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

 બુટલેગરની કારે ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત ASIનું થયુ મોત

ગઈકાલે ખેડાના કાકરખાડ ગામેથી દેશી દારૂ ભરેલી કાર અમદાવાદ તરફ આવી રહી હતી, જેની કણભા પોલીસને બાતમી મળતા હાઈવે પર પોલીસે દ્વારા દેશી દારૂ ભરેલી કારને રોકવામાં આવી હતી. જોકે પોલીસની PCR વાનને બુટલેગરની કારે ટક્કર મારી હતી જેમાં બંનેની કારને ભારે નુકસાન થયું હતું તેમજ પોલીસકર્મી ASI બળદેવભાઈ નીનામા સહિત અન્ય બે કર્મીને ઇજાઓ પહોંચી હતી. જેમાં સારવાર દરમ્યાન પોલીસકર્મી બળદેવભાઈનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે કણભા પોલીસ મથકમાં દારૂ તેમજ હત્યાનો ગુનો નોંધાયો હતો અને આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરાઇ હતી. પોલીસે સમગ્ર કેસમાં સંડોવાયેલા મુખ્ય બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે ભૂપી, કાર ચાલક રૂપેશ નટ, દારૂનો જથ્થો લેવા આવનાર કાંતિજી ડાભી ઉર્ફે રાજુ ઠુંઠીયો તેમજ હરિશંકર ઉર્ફે હરિની ધરપકડ કરી છે.

કાર ડ્રાઈવર રૂપેશ નટની ધરપકડ

પોલીસની કારને ટક્કર મારી દારૂ ભરેલી કારનો ડ્રાઈવર આસપાસની ઝાડીમાં નાસી ગયો હતો. પોલીસને કારમાંથી દેશી દારૂની જથ્થો પણ મળી આવ્યો હતો. સમગ્ર મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મુખ્ય આરોપી ભુપી ઉર્ફે ભુપેન્દ્ર ભાટીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે કાર ચાલક રૂપેશ નટની ધરપકડ કરી છે તો સાબરમતી પોલીસે અન્ય બે બુટલેગરોની ધરપકડ કરી છે.

તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા
Vastu shastra : ઘરમાં તોડફોડ કર્યા વિના દૂર થશે વાસ્તુ દોષ, કરો આ 7 ઉપાય
સંતરા એ પોર્ટુગિઝ શબ્દ છે, તેનું હિન્દી નામ જાણશો તો ચોંકી જશો

મુખ્ય આરોપી ભૂપીએ પોલીસ રોકે તો હુમલો કરી નાસી જવાની આપી હતી સૂચના

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભુપેન્દ્ર ઉર્ફે ભૂપી ગુજરાત બહાર રહી અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં દારૂની સપ્લાયનું કામકાજ કરે છે. અમદાવાદના ઓઢવ, સાબરમતી, ચાંદખેડા વિસ્તારમાં દેશી દારૂની સપ્લાય કરવા માટે ભૂપીએ રૂપેશને કામ સોંપ્યું હતું અને અન્ય બે આરોપીઓ કાંતીજી ડાભી અને હરિશંકર ઉર્ફે હરી બાકરોલ પાસે દારૂનો જથ્થો લેવા આવવાના હતા. ભૂપીએ તેના માણસોને એવી સૂચના પણ આપી હતી કે જો રસ્તામાં કોઈ જગ્યા પર પોલીસ ચેકીંગ કરે તો તેના પર હુમલો કરી નાસી જવું. જેને લઇને જ દેશી દારૂ ભરેલી ગાડીને કણભા પોલીસે રોક્યા ડ્રાઈવરે PCR વેનને ટક્કર મારી હતી.

આ પણ વાંચો: લોકસભા પહેલા ગુજરાતમાં જામી પક્ષપલટાની મૌસમ, બજેટ સત્ર સુધીમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો કરી શકે છે કેસરિયા

ભૂપીનો ગુનાહિત ઈતિહાસ, અલગ અલગ 9 ગુનામાં હતો વોન્ટેડ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભુપી અગાઉ અનેક વખત પાસામાં જઈ ચૂક્યો છે અને અન્ય આરોપીઓ પણ અગાઉ અને ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે તેમજ પાસામાં પણ જઈ આવ્યા છે. ભૂપી અલગ અલગ નવ જેટલા ગુનાઓમાં પણ નાસ્તો ફરતો હતો ત્યારે હવે પોલીસે તેની ધરપકડ કરતા અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. હાલ તો ગ્રામ્ય પોલીસ દ્વારા દેશી દારૂની હેરાફેરીમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:18 pm, Thu, 25 January 24

Next Article